બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કૃતિ સેનનું સેટ થઈ ગયું! કરોડપતિ બિઝનેસમેનને કરી રહી છે ડેટ, સાથે ઉજવી દિવાળી, જુઓ તસવીરો
Last Updated: 06:49 PM, 3 November 2024
બોલિવુડ સેલેબ્સ હાલમાં દિવાળી ઉજવણીમાં મસ્ત છે. એક્ટ્રેસ કૃતિ સેનને પણ ગઈ કાલે રાત્રે તેની આખી ફેમિલી સાથે આ તહેવાર મનાવ્યો. આ દરમ્યાન, એક્ટ્રેસની પાર્ટીમાં તેમના કેટલાક ખાસ મિત્રો પણ હાજર હતા. તેમાં કૃતિના રુમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયાનો પણ સમાવેશ છે. કૃતિ કબીર સાથે સુંદર રીતે તૈયાર થઈને પોઝ આપતી દેખાઈ હતી. હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે, જેને જોઈને દરેક જણ આ જ પ્રશ્ન પૂછે છે કે શું બંનેએ પોતાનો સંબંધ ઓફિશિયલ કરી દીધો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કૃતિએ રુમર્ડ બોયફ્રેન્ડ સાથે ઉજવી દિવાળી
કૃતિ સેનને પોતાના દિવાળી સેલિબ્રેશનની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે પોતાની ફેમિલી અને મિત્રો સાથે મસ્તી કરતી નજરે પડે છે. આ તસવીરોમાં એકમાં કૃતિ સાથે કબીર બહિયા, તેની બહેન નૂપુર અને તેના બોયફ્રેન્ડ સ્ટેબિન બેન સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. આ તસવીર ફેન્સમાં ચર્ચાનો વિષય બની છે. દરેક જણ માનવા લાગ્યો છે કે આ પોસ્ટ કરીને કૃતિએ પોતાનો સંબંધ કન્ફર્મ કરી દીધો છે, પરંતુ કૃતિએ આ અંગે હજુ સુધી કોઈ પ્રતિસાદ આપ્યો નથી.
દિવાળી પર ટ્રેડિશનલ લુકમાં દેખાઈ કૃતિ
દિવાળી સેલિબ્રેશન માટે કૃતિ સેનને વેલવેટનું એક સુંદર સૂટ પહેર્યું હતું, સાથે જ તેણે કન્ટ્રાસ્ટ શેડનો દુપટ્ટો ઓઢ્યો હતો. એક્ટ્રેસે આ લુકને ખુલ્લા વાળ, મોટા ઝુમકા અને ગ્લોસી મેકઅપ સાથે પૂરું કર્યું હતું. આ જશ્નમાં અભિનેતા વરુણ શર્મા પણ સામેલ થયા હતા.
આ ફિલ્મમાં દેખાઈ કૃતિ સેનન
કૃતિ અને કબીરના અફેરની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે એક્ટ્રેસે યુપી ટી20 સીઝન 2ના લૉન્ચ ઇવેન્ટથી પોતાની પર્ફોર્મન્સનો એક બીટીએસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો કૃતિ સેનનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘દો પત્તી’માં તે ડબલ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કાજોલ પણ તેમની સાથે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
India's Got Latent / 'હું ડરેલો છું.. ભાગી રહ્યો નથી...' વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ શેર કરી પોસ્ટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.