kota jk lone hospital bundi rajsthan child hospital 10 kids dead
રાજસ્થાન /
કોટા બાદ વધુ એક હોસ્પિટલમાં જોવા મળી બેદરકારી, એક મહિનામાં 10 બાળકોના મોત
Team VTV07:38 AM, 04 Jan 20
| Updated: 07:42 AM, 04 Jan 20
કોટામાં જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો 106ને પાર પહોંચ્યો છે. મોતના આ આંકડા બાદ આ હોસ્પિટલ પર સરકારની નજર તો પહોંચી છે. પરંતુ હવે કોટાની પાસે આવેલા બૂંદીની સરકારી હોસ્પિટલમાં પણ હાલમાં બાળકો મોતના મુખમાં પહોંચી રહ્યા છે. અહીં 1 મહિનામાં 10 બાળકોના મોત થયા છે.
વધુ એક હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો
બૂંદીમાં 1 મહિનામાં 10 બાળકોના મોત થયા
જિલ્લા કલેક્ટરે તપાસ શરૂ કરી
કોટામાં બાળકોના મોતનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. જે કે લોન હોસ્પિટલમાં મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા 106ને પાર થઈ છે ત્યારે તંત્ર સજાગ બન્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. હવે કોટા બાદ બૂંદીની એક હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો જોવા મળી રહ્યો છે. અહીં 1 મહિનામાં 10 બાળકોના મોત નીપજ્યા છે.
હોસ્પિટલે છૂપાવી રાખ્યા હતા આંકડા
બાળકોના મોતનો આંકડો હોસ્પિટલ દ્વારા છૂપાવવામાં આવ્યો હતો. બૂંદીની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોતનો ખુલાસો ત્યારે થયો જ્યારે જિલ્લા કલેક્ટરે હોસ્પિટલની મુલાકાત લીધી. તેઓએ જાતે રજિસ્ટર ચેક કર્યું અને મોતની સંખ્યા જોઈને તેઓ હેરાન રહી ગયા. અહીં 1 મહિનામાં 10 બાળકોના મોત થયા હતા. આ દરેક બાળકો નિયોનટલ ઈન્ટેસિવ કેયર યૂનિટમાં મૃત્યુ પામ્યા હતા.
કોઈનું વજન ઓછું હતું તો કોઈ ઈન્ફેક્શનથી પીડાતું હતું
સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે દરેક બાળકો ગ્રામીણ વિસ્તારથી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે કોઈનું વજન ઓછું હતું તો કોઈ ઈન્ફેક્શનથી પીડાતું હતું. કોઈના મોઢામાં ગંદુ પાણી જતું રહ્યું હતું તેના કારણે મોત નીપજ્યા છે. તેઓએ દાવો કર્યો કે હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે બાળકોના મોત થયા નથી.
કલેક્ટરે આપ્યા આ આદેશ
જિલ્લા કલેક્ટરે આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. આ સાથે હોસ્પિટલના સ્ટાફને નિર્દેશ આપવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે. હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. કલેક્ટરે કહ્યું કે બાળકોની સારવારમાં કોઈ પણ રીતે બેદરકારી રાખવામાં ન આવે.