બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Kota Factory માટે જીતુ ભૈયાને મળી આટલી ફી, OTT પર સૌથી વધુ ફી લેનાર એક્ટર છે જીતેન્દ્રકુમાર
Last Updated: 02:34 PM, 11 June 2024
મોસ્ટ પોપ્યુલર સીરિઝ 'કોટા ફેક્ટ્રી'ના બે સીઝન ખૂબ જ હિટ રહ્યા હતા હવે આ સીરિઝની ત્રીજી સીઝન એક વખત ફરી સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. કોટા ફેક્ટ્રી સીઝન-3નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. આ સીરિઝને યંગ જનરેશને ખૂબ જ પસંદ કરી.
ADVERTISEMENT
હકીકતે યુવા પોતાને 'કોટા ફેક્ટ્રી'ના કેરેક્ટર્સ અને પ્લોટ સાથે કનેક્ટેડ ફીલ કરે છે. ત્યાં જ કોટા ફેક્ટ્રી સીરિઝમાં એક ખાસ પાત્ર છે જેણે બધાનું દિલ જીતી લધુ અને તે છે જીતૂ ભૈયાનું પાત્ર. આ રોલ જીતેન્દ્ર કુમાર નિભાવે છે.
ADVERTISEMENT
જીતેન્દ્ર કુમારે પોતાની એક્ટિંગ જર્ની યુટ્યુબ પર ટીવીએફ સીરિઝમાં શરૂ કરી હતી. બાદમાં નેટફ્લિક્સે શોને એક્વાયર કરી લીધો અને પછી આ સીરિઝની બીજી સીઝન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ. હવે મેકર્સ 'કોટા ફેક્ટ્રી'ની સીઝન 3 લાવી રહ્યા છે. એવામાં આ સીરિઝના કલાકારો, ક્રૂ, રિલીઝની તારીખ, ફી વગેરે જાણવાને લઈને ફેંસની એક્સાઈટમેન્ટ વધી છે. જાણો તેના વિશે.
'કોટા ફેક્ટ્રી' સીઝન 3થી જીતેન્દ્ર કુમારે લીધી કેટલી ફી?
જીતેન્દ્ર કુમાર કથિત રીતે ઓટીટી પર સૌથી વધારે ફી મેળવનાર એક્ટર્સમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમણે પંચાયત-3 માટે 70000 રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કર્યા છે. ત્યાં જ 'કોટા ફેક્ટ્રી-3' માટે પણ પ્રતિ એપિસોડ તેમની ફી કથિત રીતે સેમ સ્કેલ પર જણાવવામાં આવી રહી છે. જોકે તેને લઈને એક્ટર કે પ્રોડક્શન હાઉસ દ્વારા અત્યાર સુધી કોઈ એક્ઝેટ અમાઉન્ટનો ખુલાસો નથી કરવામાં આવ્યો.
'કોટા ફેક્ટ્રી સીઝન-3'ની પ્લોટ લાઈન શું છે?
ઓફિશ્યલ પ્લોટલાઈન અનુસાર બ્લેક એન્ડ વ્હાઈટ સીરિઝની સીઝન 3 વિદ્યાર્થીઓની આજુ બાજુ ફરે છે. જે એડલ્ટહુડની તરફ વધતી ફાઈનલ એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છે અને તેના સાથે સંબંધિત સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે. સીરિઝમાં જીતૂ ભૈયાનું પાત્ર એક મેન્ટોરનું છે. આશા રાખવામાં આવી રહી છે કે જીતેન્દ્ર પોતાના આ રોલથી એક વખત ફરી લોકોના દિલ જીતી લેશે.
વધુ વાંચો: દેશની સૌથી મોટી બેન્કમાં સરકારી નોકરીની તક, જાણો ક્યાંથી કરી શકાશે અરજી
આ સીરિઝનું નિર્દેશન પ્રતીશ મહેતાએ કર્યું છે અને તેને ટીવીએફ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. 'કોટા ફેક્ટ્રી સીઝન 3'માં જીતેન્દ્ર કુમાર ઉપરાંત મયૂર મોરે, રેવતી પિલ્લઈ, અહસાસ ચન્ના, રંજન રાજ, આલમ ખાન અને રાજેશ કુમાર પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.