બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પ્રાઈવેટ પાર્ટ સહિત આખા શરીર પર ઈજા, કોલેજમાં લેડી ડોક્ટર સાથે હેવાનિયત, કાળજું કંપી જશે
Last Updated: 04:22 PM, 10 August 2024
પશ્ચિમ બંગાળની સરકારી હોસ્પિટલમાં લેડી ટ્રેઈની ડોક્ટરનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જાહેર થયો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીના પ્રાઈવેટ પાર્ટ સહિત, ચહેરો, હોઠ, કપાળ, પેટ, આંગળીઓ અને પગની એડીઓ પર ઈજાના નિશાન મળ્યાં છે. એક ટોચના પોલીસ અધિકારીએ એવું કહ્યું કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીનીએ ગુરુવારે મોડી રાતે ડિનર લીધું હતું જે પછી તે મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ત્રીજા માળે સેમિનાર હોલમાં અભ્યાસ કરવા ગઈ હતી. બીજા દિવસે સવારે તે બેભાન મળી આવી હતી. તેમણે કહ્યું કે આરોપી બહારનો વ્યક્તિ છે અને તે હોસ્પિટલમાં બેરોકટોક પણ આવી શકતો હતો.
ADVERTISEMENT
ગુરુવારે રાતે શું બન્યું હતું?
શુક્રવારે રાતે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના ત્રીજા માળે સેમિનાર હોલની અંદર શુક્રવારે સવારે એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે મેડિકલ કોલેજમાં જ પીજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પીડિત ડોક્ટરનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. મહિલા ડોક્ટરના શરીરના ઘણા ભાગો પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેની આંખો અને મોં બંનેમાંથી લોહી વહી રહ્યું હતું, તેના ચહેરા પર ઇજાઓ અને નખ હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને નાની આંગળી અને હોઠ પર પણ ઈજાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું. એવું લાગે છે કે પીડિતા પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
એક આરોપીની ધરપકડ
પોલીસે જણાવ્યું કે CCTV ફૂટેજ જોયા બાદ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા પોલીસના એક અધિકારીએ કહ્યું, 'અમે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેની ગતિવિધિઓ ખૂબ જ શંકાસ્પદ છે અને તે ગુનામાં સીધો સંડોવાયેલો હોવાનું જણાય છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.