બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'મારે પણ ત્રણ દીકરીઓ છે, હું સમજી શકું છું કે...', આરોપી સંજય રોયની માતાને પણ નરાધમ પુત્રની ફાંસી છે મંજૂર
Last Updated: 10:59 AM, 19 January 2025
કોલકાતાના ખુબ ચર્ચિત અરજી કર કોલેજની ટ્રેની ડૉક્ટરની રેપ બાદ હત્યાના મર્ડરમાં સિયાલદહની અદાલતે પોતાનો નિર્ણય આપી દીધો છે. સંજય રૉયને દોષી માન્યો છે. સોમવારે સજાનું એલાન કર્યું છે. આ દરમિયાન કોલકાતાના શંભુનાથ પંડિત લેનમાં રહેતી માલતી રોય, તેમના પુત્ર સંજય રોય સામે આર જી કર હોસ્પિટલ રેપ અને હત્યા કેસમાં કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહી છે.
ADVERTISEMENT
જ્યારે તેમણે આ કહ્યું કે અદાલતે તેના દીકરાને દોષી ઠરાવ્યો છે તો માલતીએ કહ્યું, 'મારી ત્રણ દીકરીઓ છે. હું તેમના(પીડિતાના પરિવારના) દુખને સમજી શકું છું. તેને જે પણ સજા મળે તે તેને મળવી જોઈએ. જો અદાલત કહે કે તેને ફાંસી આપવામાં આવે તો હું તેને સ્વીકારીશ.'
ADVERTISEMENT
સંજય રોયની બહેન સબિતાએ કહ્યું, 'મારા ભાઈએ જે કર્યું, તે અવિશ્વનિય અને ભયાનક છે. આ કહેતા મારુ દિલ તૂટી રહ્યું છે. પરંતુ જો તેને હકીકતમાં આ અપરાધ કર્યો છે તો તેને સૌથી કઠોર દંડ મળવો જોઈએ. તે પણ એક મહિલા હતી અને ડૉક્ટર પણ હતી.' તમને જણાવી દઈએ કે માલતી રોય અને સબિતા ન્યાયિક કસ્ટડી દરમિયાન પણ સંજયને મળવા ગયા ન હતા.
કોલકાતા પોલીસે 10 ઓગસ્ટે સંજય રોયને અરેસ્ટ કર્યો હતો. સંજય રોયની કોલકાતા આર્મ્ડ પોલીસ બટાલિયનના બેરેકમાંથી અરેસ્ટ કરવામાં આવ્યો હતો. તે પહેલા બોક્સિંગ ખેલાડી હતો અને 2019 માં તેને સિવિલ વોલેન્ટિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
વધુ વાંચો: હવે ફેબ્રુઆરીમાં થશે PM મોદીનું ઇન્ટરનેશનલ પોડકાસ્ટ, આ દિગ્ગજ હસ્તી સાથે કરશે સંવાદ
CBIએ કેસની તપાસ પોતાના હાથમાં લીધા પછી, તેણે સંજય રોયની પૂછપરછ કરી અને બાદમાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.