Team VTV02:06 PM, 14 May 19
| Updated: 02:10 PM, 14 May 19
અમિત શાહની રેલી પહેલાં પોલીસ રેલીસ્થળ પર પહોંચી ગઇ અને પરમિશન પેપર્સ માગતા વિવાદ સર્જાઇ ગયો છે. રિપોર્ટ અનુસાર કોલકાતા પોલીસે સ્ટેજને લઇને પરમિશન લેટર માંગેલ છે અને પેપર ન દેવા પર મંચ તોડવાની વાત કરી છે. અમિત શાહ ધર્મતલ્લાનાં શહીદ મીનાર મેદાનથી મનિકાતલ્લાનાં વિવેકાનંદ હાઉસ સુધી રોડ શો નીકાળશે.
કોલકાતામાં અમિત શાહની રેલી પહેલાં પોલીસ રેલીસ્થળ પર પહોંચી ગઇ અને પરમિશન પેપર્સ માગતા વિવાદ સર્જાઇ ગયો છે. રિપોર્ટ અનુસાર કોલકાતા પોલીસે સ્ટેજને લઇને પરમિશન લેટર માંગેલ છે અને પેપર ન દેવા પર મંચ તોડવાની વાત કરી છે. ત્યારે આ વિવાદ વધતો જઇ રહ્યો છે.
બીજેપી કાર્યકર્તા રેલી સ્થળ પર જ હાજર છે. અમિત શાહે આજે ઉત્તરી કોલકાતામાં રેલી કરવા જઇ રહ્યાં છે. અમિત શાહ આજે ઉત્તરી કોલકાતામાં રેલી કરવાનાં છે. અમિત શાહે પણ ટ્વિટ કરીને કહ્યું કે, આજે ઉત્તરી કોલકાતાનાં ધર્મતલ્લામાં તેમનો રોડ શો છે.
अमित शाह जी की रैली में अड़ंगेबाजी !!!#WestBengal में #MamataBanerjee ने भाजपा को परेशान करने के लिए प्रशासन को खुला छोड़ रखा है! श्री @AmitShah जी की रैली में अड़चन डालने के लिए लाऊड स्पीकर को पुलिस ने मुद्दा बना लिया!
— Chowkidar Kailash Vijayvargiya (@KailashOnline) May 14, 2019
અમિત શાહે જણાવ્યું કે, તેઓ ધર્મતલ્લાનાં શહીદ મીનાર મેદાનથી મનિકાતલ્લાનાં વિવેકાનંદ હાઉસ સુધી રોડ શો નીકાળશે. બીજેપીનાં રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, કોલકાતામાં અમિત શાહની રેલીમાં અડંગાઇ કરવાની કોશિશ થઇ રહી છે. કૈલાશ વિજયવર્ગીયએ ટ્વિટ કરીને જણાવ્યું કે, "અમિત શાહની રેલીમાં અડંગાઇ, પશ્ચિમ બંગાલમાં મમતા બેનર્જીએ ભાજપને પરેશાન કરવા માટે પ્રશાસનને ખુલી છુટ આપી રાખેલ છે. અમિત શાહજીની રેલીમાં અડચણ નાખવા માટે લાઉડસ્પીકરને પોલીસે મુદ્દો બનાવી લીધો છે. આ ચૂંટણી આચારસંહિતા છે કે મમતા સરકારની હઠધર્મી?"
કૈલાશ વિજયવર્ગીયએ ટ્વિટમાં સાથે સાથે એક વીડિયો પણ રજૂ કર્યો છે. આ વીડિયોમાં તેઓ કોલકાતા પોલીસનાં એક અધિકારી સાથે વાત કરતા નજરે આવી રહ્યાં છે. કોલકાતા પોલીસનાં અધિકારી કૈલાશ વિજયવર્ગીયને જણાવી રહ્યાં છે કે તેઓ આચારસંહિતાનું પાલન નથી કરી રહ્યાં. કૈલાશ વિજયવર્ગીયએ વીડિયોમાં પોલીસકર્મીની સાથે ચર્ચા કરતા દેખાઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે સોમવારનાં રોજ પણ પશ્ચિમ બંગાળમાં અમિત શાહ અને યૂપીનાં સીએમ યોગી આદિત્યનાથની કેટલીક રેલીઓને પણ રદ્દ કરવામાં આવી હતી.