બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 14 વર્ષની સગીરાને જંગલમાં મારી, પછી લાશ સાથે આચર્યું દુષ્કર્મ, હેવાનિયતનો વધુ એક વરવો કિસ્સો
Last Updated: 08:41 PM, 14 February 2025
કોલકત્તાના સાટે ન્યુ ટાઉનમાં એક હેવાનિયત જોવા મળી છે. અહીં ઈ-રિક્ષા ચાલકે 14 વર્ષ છોકરીનો રેપ કર્યો. તેને ગળાનું હાડકું તોડીને મારી નાખી. આ ઘટના બાદ પોલીસની સાથે વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું. આ બાળકી 8 માં ધોરણની વિદ્યાર્થીની હતી. આ ઘટના શુક્રવારની છે. પોલીસને ન્યુ ટાઉન વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો. આ બાદ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ.
ADVERTISEMENT
મૃતદેહ મળ્યા બાદ જ્યારે પોલીસે તપાસ કરી તો મામલો રેપનો જાણવા મળ્યો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે રેપ કરવામાં આવ્યો હતો. મામલાની તપાસમાં પોલીસે CCTV ચેક કર્યા તો જાણવા મળ્યું કે સૌમિક રૉય નામનો એક ઇ-રિક્ષા ચાલક પોતાની ઇ રિક્ષા બેસાડીને લઈ ગયો હતો. પોલીસે સાથે પૂછપરછમાં રિક્ષા ચાલકે કહ્યું કે તેને છોકરીને બેસાડીને લગભગ 3 કલાક સુધી ફેરવી. આ બાદ બાળકીને જંગલમાં લઈ ગયો. ત્યાં જઈને સૌથી પહેલા એક દોરડું અને સ્પ્રિંગથી છોકરીનું ગળું દબાઈને તેની હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપીએ તે છોકરીના મૃતદેહ સાથે રેપ કર્યો.
ADVERTISEMENT
કેવી રીતે કર્યો રેપ અને હત્યા
તેણે પહેલા છોકરીને નારંગી આપીને ફસાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે છોકરી ચીસો પાડવા લાગી, ત્યારે તેણે પહેલા તેનું ગળું દબાવી દીધું. પછી તેને ગળાનનું હાડકું તોડી નાખ્યું અને પછી જાળીની વાળ કાપીને શરીરને ત્યાં મૂકી દીધું. પછી તેને મૃતદેહ સાથે રેપ કર્યો.
આરોપીની પત્નીએ કહી હકીકત
આરોપી સૌમિત્રની પત્ની મૌસમીએ કહ્યું, "તેણે છોકરીને કહ્યું કે તે તેને ઘરે છોડી દેશે કારણ કે તેનું ઘર પણ તે બાજુ છે. પછી તે તેને સોનાહાટી કે સોનાહતપુર ખબર નહીં ક્યાં લઈ ગયો. ત્યાં તેનું સ્પ્રિંગ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પછી તેણે તેના પર બળાત્કાર કર્યો. પછી તેને કોથળામાં બાંધીને ફેંકી દીધો. તેમણે પોતે આ બધું સ્વીકાર્યું છે."
વધુ વાંચો : અમેરિકાથી વધુ 119 ભારતીયોને કરાશે ડિપોર્ટ, લિસ્ટમાં આટલા ગુજરાતીઓનું પણ નામ
આરોપી કબૂલ્યો ગુનો
પહેલા લગ્નના સવાલ પર સુમિત્રની પત્ની મૌસમીએ કહ્યું કે મને નથી ખબર કે મારા પતિએ પહેલા લગ્ન કર્યા હતા કે નહિ. તેને મને કહ્યું હતું કે તેને કોઈની સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. છોકરીના પિતા તેને ઘરે લઈ ગયા. બાદમાં છોકરી આવી અને તેને આના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. છોકરી સગીર હતી. ત્યારે, ડીસી ન્યુ ટાઉન અધિકારીએ કહ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.