બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / જુનિયર ડોક્ટર દુષ્કર્મ-હત્યા કેસના ગુજરાતમાં પડઘા, બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર કરશે વિરોધ
Last Updated: 11:23 PM, 15 August 2024
કોલકાતામાં મહિલા તબીબની દુષ્કર્મ અને હત્યા મામલે જૂનાગઢ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તબીબોએ કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં હત્યારાઓને કડકમાં કડક સજા આપવા માગ વિદ્યાર્થીઓએ કરી છે. મેડિકલ કોલેજના 300થી વધુ વિદ્યાર્થીઓ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. GMERS મેડિકલ કોલેજથી મજેવડી ગેટ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ.ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય જેને લઇ દાખલા રૂપ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
ADVERTISEMENT
બીજી તરફ કોલકાતામાં જુનિયર ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાનો કેસને લઇ આવતીકાલે અમદાવાદ બી.જે.મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટરો પણ વિરોધ કરશે. આ ઘટનાને લઇ શુક્રવારના રોજ રેસિડેન્ટ ડોક્ટરો OPD માં ફરજ નહી બજાવે. જોકે ઇમરજન્સી સેવા ચાલુ રહેશે તેમ તેઓએ જણાવ્યુ છે.
ADVERTISEMENT
વધુ વાંચો : લેડી ડોક્ટર રેપ-મર્ડરમાં મોટું અપડેટ, CBIએ 3ને પકડ્યાં, 5ને નોટીસ તોડફોડમાં 12ની ધરપકડ
જૂનાગઢ કોલેજની વિદ્યાર્થીની ગ્રીની પરમારે જણાવ્યુ હતુ કોલકત્તાના ડોક્ટર સાથે જે ઘટના ઘટી તેને લઇ જૂનાગઢ GMERS મેડિકલ કોલેજ ખાતેથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યુ છે. અમારા તમામ મેડિકલ વિદ્યાર્થીઓની માંગણી છે કે આ દુષ્કર્મ કરનારને સરકાર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને એવો દાખલો બેસાડવામાં આવે કે ફરીથી કોઇ પણ વ્યક્તિ આવું કૃત્ય કરવાનું વિચારી ન શકે. આ કેન્ડલ માર્ચમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ ડોક્ટર, પીજી ડોક્ટર જોડાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT