બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 12 કલાક વાંચતી, MDમાં ગોલ્ડનું સપનું, રેપ-મર્ડર પહેલા લેડી ડોક્ટરે લખી ડાયરી, પીગળી જશો
Last Updated: 05:54 PM, 15 August 2024
લેડી ડોક્ટરના પિતાએ તેમની છેલ્લી ડાયરીમાં જે લખ્યું હતું તે શેર કર્યું. તેમણે જણાવ્યું કે તેમની પુત્રી અભ્યાસ પ્રત્યે ખૂબ જ સમર્પિત હતી અને આખો દિવસ પુસ્તકોમાં મગ્ન રહેતી હતી. પોતાના સપના પૂરા કરવા માટે તે દરરોજ 10-12 કલાક અભ્યાસ કરતી હતી. પોતાની છેલ્લી ડાયરીમાં પરીક્ષામાં સારું પ્રદર્શન કરીને એમડી કોર્સમાં ગોલ્ડ મેડલ જીતવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં નાઈટ શિફ્ટ માટે જતા પહેલા ડોક્ટરે ડાયરી લખી હતી ડાયરી લખ્યાં પછી તે સેમિનાર હોલમાં ગઈ હતી જ્યાં તેની સાથે ખૌફનાક ઘટના બની. પિતાએ કહ્યું કે તેમની પુત્રીને મહેનતુ વિદ્યાર્થી ગણાવી હતી. તે ડોકટર બનવાના તેના ધ્યેયને હાંસલ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો અને પરિવારે તેને ઉછેરવા માટે ઘણા બલિદાન આપ્યા.
ADVERTISEMENT
This is a really very disgusting way to stop the protest.
— Ajay Yadav (@AmaZingAj4) August 14, 2024
Goons loaded with trucks were sent to stop the protest.#KolkataDoctor#BengalHoror #RGKarMedicalcollege #RGKar pic.twitter.com/679Q2FuDM5
પહેલા પરિવારને અપાયા હતા ખોટા સમાચાર
ADVERTISEMENT
પરિવારને પહેલા કહેવામાં આવ્યું કે ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે. જોકે, બાદમાં ખુલાસો થયો હતો કે હત્યા પહેલા તેણી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
IMAએ બોલાવી ઈમરજન્સી બેઠક
ADVERTISEMENT
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે થયેલી તોડફોડની ઘટના બાદ ડોક્ટરોએ ફરી એકવાર દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ડૉક્ટરોના સંગઠન ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન (FORDA) આ એલાન કરતાં કહ્યું કે લેડી ડોક્ટરને હજુ સુધી ન્યાય મળ્યો નથી. કેન્દ્ર કે રાજ્ય સરકારે હજુ કોઈ અસરકારક પગલાં ભર્યાં નથી. ઉલ્લેખનીય છે કે મંગળવારે મોડી રાત્રે જ ફોર્ડાના પ્રતિનિધિઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા અને હડતાળ ખતમ કરવાની જાહેરાત કરી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ તોડફોડની ઘટનાને વખોડી કાઢી છે અને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે તેની રાજ્ય શાખાઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
કેન્દ્ર-રાજ્ય દ્વારા પગલાં ન લેવાતાં ડોક્ટરો નારાજ
ADVERTISEMENT
ફોર્ડાએ કહ્યું કે આરજી કાર મેડિકલ કોલેજમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને અમે અમારા સાથીદારો અને તબીબી સમુદાય સાથે ઊભા છીએ. અગાઉ મંગળવારે (13 ઓગસ્ટ 2024), ડૉક્ટર્સ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથેની બેઠક બાદ હડતાળ પાછી ખેંચી હતી. ફોર્ડાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી દુ:ખદ ઘટના બાદ અને સરકાર તેના વચનો સમયસર પૂરા ન કરતી હોવાથી, અમે ફરીથી હડતાલ શરૂ કરી રહ્યા છીએ.
હોસ્પિટલમાં અડધી રાતે ભારે તોડફોડ
ADVERTISEMENT
લેડી ડોક્ટર પર રેપ અને મર્ડર બાદ ગઈ કાલે ડોક્ટરોએ ઘટનાના વિરોધમાં ગત રાત્રે જે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. ગુરુવારે મધ્યરાત્રિ પછી કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પરિસરમાં અજાણ્યા બદમાશોએ પ્રવેશ કર્યો અને તેના કેટલાક ભાગોમાં તોડફોડ કરી. તે તોડફોડની ઘટના બની હતી.
મેડિકલ કોલેજમાં શું બન્યું હતું
ADVERTISEMENT
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટની સવારે 31 વર્ષીય લેડી ડોક્ટરની સેમી ન્યૂડ ડેડબોડી મળી આવ્યાં હતી. ડોક્ટરના આંગળીઓ, પેટ, પ્રાઈવેટ પાર્ટ અને અન્ય ઘણા ભાગોમાં ઊંડી ઈજાઓ અને લોહી વહેતું હોવાનું જણાયું હતું. સિવિલ વોલિન્ટીયર સંજય રોયે તેની પર જધન્ય રેપ કરીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આરોપીએ પીડિતાનું મોં દબાવી રાખ્યું હતું અને તેનું માથું જમીન પર સતત પછાડ્યું હતું અત્યંત ક્રૂર રીતે તેની સાથે રેપ અને મર્ડર કર્યું હતું. આ હત્યાકાંડે સમગ્ર બંગાળને હચમચાવી નાખ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.