બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દારુ પીતાં પીતાં જોઈ અશ્લિલ ફિલ્મ, પછી કર્યો લેડી ડોક્ટરનો ઘાતકી રેપ-મર્ડર, સનસનીખેજ ખુલાસાં
Last Updated: 07:59 PM, 11 August 2024
કોલકાતામાં નિર્ભયા જેવો ભયાનક કાંડ સામે આવ્યો જે સાંભળીને કાળજું કંપી જાય તેવો છે. 31 વર્ષીય લેડી ડોક્ટર મોમિતા દેબનાથના ઘાતકી રેપ અને મર્ડરમાં આરોપીની પૂછપરછ, સંજોગોવશાત્ પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે ભયાનક ખુલાસા થયા છે. આ ભયાનક હત્યાકાંડને અંજામ આપનાર આરોપીનું નામ સંજય રોય છે જે સિવિલ વોલિન્ટિયર છે જેણે પરોઢિયે 4 વાગ્યે આ ભયાનક હત્યાકાંડ આચર્યો હતો જ્યારે લેડી ડોક્ટર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડના સેમિનાર હોલમાં સુઈ રહી હતી.
ADVERTISEMENT
VIDEO | Junior doctors hold a protest in Kolkata, demanding judicial inquiry in the alleged rape and murder of a trainee doctor on the premises of RG Kar Medical College.
— Press Trust of India (@PTI_News) August 11, 2024
(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/qPYI917exn
વિકૃત માનસિકતા અને પોર્ન જોવાની ટેવ
ADVERTISEMENT
પોલીસ સૂત્રોનું કહેવું છે કે આરોપી ગુનેગાર સંજય રોયને દારૂ પીને અશ્લીલ ફિલ્મો જોવાનું વ્યસન હતું. ઘટનાની રાત્રે તે ઘણી વખત હોસ્પિટલની અંદર આવ્યો હતો. શુક્રવારે રાત્રે 11 વાગ્યે આરોપી સંજય રોય દારૂ પીવા માટે હોસ્પિટલ પાછળ તેના ઘરે ગયો હતો. ત્યાં તેણે દારૂ પીને પોર્ન ફિલ્મો જોવાનું શરૂ કર્યું. આરોપી સંજય રોય વિકૃત માનસિકતાવાળો છે કારણ કે તે પોતાના મોબાઈલમાં જે પ્રકારની પોર્ન ફિલ્મો જોતો હતો તે લોકો સામાન્ય રીતે જોતા નથી.
ચાર લગ્ન કર્યાં, ચોવીસ કલાક નશામાં
આરોપી સંજય રોયે ચાર લગ્ન કર્યાં હોવાનું પણ સામે આવ્યું છે. પહેલી 3 પત્નીઓ તેની હરકતોથી કંટાળીને ભાગી ગઈ હતી જ્યારે ચોથી પત્નીનું ગત વર્ષે કેન્સરને કારણે મોત થયું હતું. પડોશીઓએ કહ્યું કે સંજય નશેડી છે અને ચોવીસ કલાક નશામાં જ રહે છે.
Kolkata: Brutal Rape & Murder of a 2nd-year PG Trainee Doctor at RG Kar Hospital.
— زماں (@Delhiite_) August 11, 2024
This case is similar to the 2012 Nirbhaya case. [ Public Prosecutor]
She was brutally assaulted, injuries on lips, broken collar bone, her sternum & pelvis broken, kiIIed & then raped, reports ABP… pic.twitter.com/N0V0vY1eg2
લેડી ડોક્ટર સાથે હેવાનિયત બાદ બેરેકમાં સુઈ ગયો, ઝડપાયો ત્યારે પૂરો નશામાં
સીસીટીવી ફૂટેજમાં એ પણ જોવા મળે છે કે આરોપી સવારે લગભગ 4.45 વાગે સેમિનાર રૂમમાંથી બહાર આવ્યો હતો. આ પછી તે ચોથી બટાલિયનની બેરેકમાં જઈને સૂઈ ગયો. પોલીસે તેની એ જ બેરેકમાંથી ધરપકડ કરી હતી. ધરપકડ સમયે પણ તે પૂરો નશામાં હતો.
‘हत्या से पहले रेप, पूरे बॉडी पार्ट्स पर चोट…’ कोलकाता के मेडिकल कॉलेज में ट्रेनी डॉक्टर के साथ दरिंदगी https://t.co/vLiT2h7EaA
— Abhimanyu Indian (@Abhi321997) August 10, 2024
West Bengal || Kolkata Medical College || Trainee Doctor || RG Kar Medical College
સેમિનાર હોલમાં સુતેલી ડોક્ટર પર યૌન હુમલો
એક પોલીસ અધિકારીએ કહ્યું કે પુરાવા છે કે ડોક્ટર જ્યારે હોસ્પિટલના સેમિનાર હોલમાં સુઈ રહ્યાં હતા ત્યારે આરોપી સંજય રોય ત્યાં આવ્યો હતો. ડોક્ટરે પ્રતિકાર કર્યો હતો પરંતુ આરોપીએ તેને ગૂંગળાવી મારી. ડોક્ટર મરી ગઈ છે કે નહીં તે જાણવા માટે સંજય રોતે તેમને ફરી ગૂંગળાવી નાખ્યાં હતા. એવી પણ સંભાવના છે કે મર્ડર બાદ આરોપીએ ડોક્ટરનો મોડે સુધી રેપ કર્યો હતો. શુક્રવારે રાતે આ ઘટના બની હતી. પોલીસ અધિકારીએ એવું પણ કહ્યું કે સંજોગો એવું સૂચવે છે કે આરોપએ પહેલા ડોક્ટરની હત્યા કરી હતી ત્યાર બાદ રેપ કર્યો હતો.
વધુ વાંચો : આ નરાધમ ! સુતેલી લેડી ડોક્ટરનું ગળું દબાવીને મોડે સુધી કર્યો રેપ, કાળજું કંપાવતો કાંડ
લેડી ડોક્ટરના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું?
શુક્રવારે રાતે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના ત્રીજા માળે સેમિનાર હોલની અંદર શુક્રવારે સવારે એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે મેડિકલ કોલેજમાં જ પીજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા ડોક્ટરના શરીરના ઘણા ભાગો પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેની આંખો અને મોં બંનેમાંથી લોહી વહી રહ્યું હતું, તેના ચહેરા પર ઇજાઓ અને નખ હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને નાની આંગળી અને હોઠ પર પણ ઈજાઓ થઈ હતી. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT