બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બંગાળમાં લેડી ડોક્ટરના રેપ-હત્યામાં કાળજું કંપાવતા ખુલાસા, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જાહેર

કોલકત્તા ક્રાઈમ / બંગાળમાં લેડી ડોક્ટરના રેપ-હત્યામાં કાળજું કંપાવતા ખુલાસા, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જાહેર

Last Updated: 03:00 PM, 10 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેડી ડોક્ટરના રેપ અને હત્યા બાદ પશ્ચિમ બંગાળમાં મોટો બખેડો ઊભો થયો છે. આ મામલમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક્ટિવ મોડમાં આવ્યાં છે.

પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ સામેના અત્યાચારોમાં મોટો વધારો થયો છે. વધુ એક મોટા રેપ અને મર્ડરના ગુનાથી સનસનાટી મચી છે. કોલકાતાની મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટરના રેપ અને હત્યા બાદ બંગાળમાં બબાલ મચી છે. આ મામલે હવે મુખ્યમંત્રી મમતા બેનરજી એક્ટિવ મોડમાં આવ્યાં છે.

શું બોલ્યાં સીએમ મમતા બેનરજી

મમતા બેનર્જીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અને ઘૃણાસ્પદ ગણાવી છે. તેમણએ કહ્યું કે 'તે મને વ્યક્તિગત નુકસાન જેવું લાગે છે. તેમનો (નિવાસી તબીબો) ગુસ્સો અને માંગણીઓ વાજબી છે. હું તેને સમર્થન આપું છું. પોલીસે તેમની માંગણીઓ પણ સ્વીકારી લીધી છે. હું ગઈકાલે ઝારગ્રામમાં હતી પરંતુ તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહી હતી. મેં પીડિત પરિવાર સાથે વાત કરી છે અને તેમને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે મેં આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો છે. જો જરૂર પડશે તો આરોપીઓને ફાંસી આપવામાં આવશે, જોકે હું ફાંસીની સજાનો સમર્થક નથી. પરંતુ તેમને આકરી સજા મળવી જોઈએ.

લેડી ડોક્ટરના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું?

શુક્રવારે રાતે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના ત્રીજા માળે સેમિનાર હોલની અંદર શુક્રવારે સવારે એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે મેડિકલ કોલેજમાં જ પીજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પીડિત ડોક્ટરનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. મહિલા ડોક્ટરના શરીરના ઘણા ભાગો પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેની આંખો અને મોં બંનેમાંથી લોહી વહી રહ્યું હતું, તેના ચહેરા પર ઇજાઓ અને નખ હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને નાની આંગળી અને હોઠ પર પણ ઈજાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું. એવું લાગે છે કે પીડિતા પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

વધુ વાંચો : VIDEO : એક રાતના કેટલા? મોલ બહાર છોકરા-છોકરીએ પત્નીને કહ્યું, પછીનો સીન ખતરનાક

એક આરોપીની ધરપકડ

પોલીસે જણાવ્યું કે CCTV ફૂટેજ જોયા બાદ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા પોલીસના એક અધિકારીએ કહ્યું, 'અમે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેની ગતિવિધિઓ ખૂબ જ શંકાસ્પદ છે અને તે ગુનામાં સીધો સંડોવાયેલો હોવાનું જણાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kolkata doctor murder Kolkata doctor rape
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ