Koli community MP Bhartiben Shiyal Factionalism Kunwarji Bavaliya Devji Fatehpura
'સમાજ'નીતિ /
કોળી સમાજમાં ચાલતા જૂથવાદ અંગ્રે પ્રથમ વખત સાંસદ ભારતીબેને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Team VTV07:29 PM, 23 Mar 22
| Updated: 07:32 PM, 23 Mar 22
સત્તામાં સમાજના પ્રભૂત્વ માટેની રજૂઆત.. કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા વચ્ચે હવે બની ગઈ બે ફાંટાની વાત!
કોળી સમાજમાં જૂથવાદનો મામલો
ભારતીબેન શિયાળનું મોટું નિવેદન
સમાજમાં જૂથવાદ માત્ર અફવા
ગુજરાતની રાજનીતિ હવે નાત-જાત પર થવા લાગી છે. દરેક સમાજને પ્રભુત્વ જોઈએ છે.. અને આ પ્રભુત્વની ચાહમાં હવે એક જ સમાજના લોકો વચ્ચે પણ ફાંટા પડતા જોવા મળી રહ્યા છે.. આવું જ કાંઈક સૌથી મોટી વોટબેંક ધરાવતા કોળી સમાજમાં પણ જોવા મળી રહ્યું છે.. ખાસ કરીને સૌરાષ્ટ્રની કોળી સમાજની લોબીમાં બે ફાટા પડ્યા છે.. જેમાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા સામ-સામે આવી ગયા છે. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કોળી સમાજનું સંમેલન બોલાવવાની જાહેરાત કરી છે. ત્યારે સમગ્ર મામલે ભારતીબેન
કોળી સમાજમાં જૂથવાદ માત્ર અફવા: ભારતીબેન શિયાળ
કોળી સમાજમાં ચાલી રહેલા જૂથવાદને લઇ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં જૂથવાદની વાતો કેટલાંક ભેજાબાજ લોકોએ ઉપજાવી કાઢેલી વાત ગણાવી હતી. તમામ સમાજ ભાજપની સાથે છે અને આગામી દિવસમાં પણ ભાજપની સાથે રહેશે એવી વાત ભારતીબેને ઉચ્ચારી હતી. ભારતીબેન પોતે પણ કોળી સમુદાયમાંથી આવતા હોવાથી તેમણે સમાજને લઇ નિવેદન આપ્યું હતું.
ગુજરાતમાં કોળીનું રાજકિય મહત્વ
કોળી સમાજ ગુજરાતમાં સૌથી વધારે વસ્તીવાળો સમાજ
રાજ્યમાં કુલ 18 ટકા જેટલી વસ્તી કોળી સમાજની
કોળી સમાજ રાજ્યની 35-40 બેઠક પર સીધી અસર કરે છે
સૌરાષ્ટ્રમાં 57 બેઠકમાંથી 25 બેઠક પર કોળી સમાજની વસ્તી વધારે
દક્ષિણ ગુજરાતમાં 10 બેઠક પર કોળી સમાજની વસ્તી વિશેષ
મારા સંમેલનમાં કુંવરજીભાઇ, મહેન્દ્ર મુંજપરા નહીં હોય: ફતેપરા
વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા સક્રિય થઇ ગયા છે.દેવજી ફતેપરા સૌરાષ્ટ્રના કોળી સમાજનું સંમેલન બોલાવશે.આ અંગે દેવજી ફતેપરાએ કહ્યું કે, કુંવરજીભાઇ કેમ અળગા ચાલે છે તે તેમનો વિષય છે.મારા સંમેલનમાં કુંવરજીભાઇ, મહેન્દ્ર મુંજપરા હશે નહીં.30-32 બેઠકોમાં અમે નિર્ણાયક ભૂમિકામાં છીએ.અમે સમાજના આગેવાન છીએ તો સમાજ અમને પણ પૂછે છે.સૌરાષ્ટ્રમાં 54 વિધાનસભા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે.54 બેઠકો પર કોળી મતદાર હરાવી શકે અને જીતાડી પણ શકે છે.આ પહેલા કોળી સમાજની બેઠક સમયે વિવાદ થયો હતો.દેવજી ફતેપરા કુંવરજી બાવળિયાથી નારાજ હોવાની વાત સામે આવી હતી.
ફતેપરા સંમેલન કરે છે પણ સમાજ તેની પડખે નથી
દેવજી ફતેપરાએ કોળી સમાજના સંમેલનની જાહેરાત કરતાં બાવળિયા નિવેદન આપતા કહ્યું છે કે ફતેપરા કાર્યક્રમ કરતો હોય તો કરવા દો, કોળી સમાજમાં કોઈ ફાટફૂટ નથી, કોઇને વ્યક્તિગત વાંધો હોઈ શકે, ફતેપરા થોડો કોળી સમાજને ખિસ્સામાં લઇને ફરે છે, વધુમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે સુરેન્દ્રનગરમાં બીજીવાર લોકસભાની ચૂંટણી લડ્યો તો એ જીતી ગયો ન હોત! ધારાસભ્ય ન થઇ ગયો હોત!, રાજકોટમાં 10થી 15 હજાર લોકોનું સંમેલન કરી જાણે તો કહેવાય, ફક્ત બોલવું અને કામ કરવું તે અધરો વિષય છે.
ગુજરાતમાં કોળી બહુમતિવાળા જિલ્લા
સુરેન્દ્રનગર
ભાવનગર
બોટાદ
ગીર સોમનાથ
અમરેલી
જૂનાગઢ
રાજકોટ
મોરબી
અમદાવાદ
પોરબંદર
જામનગર
ભરુચ
વલસાડ
નવસારી
-
કોળી અને ઠાકોર સમાજ એકતા મિશન
થોડા દિવસ રાજકોટમાં કોળી અને ઠાકોર સમાજનું એકતા મિશન - 2022 અંતર્ગત - હું નહીં આપણે - મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે કોળી સમાજના અગ્રણીએ જણાવ્યુ હતું કે સમાજને થઇ રહેલા અન્યાયના કારણે ચર્ચા - વિચારણા જરૂરી છે. આ બેઠક બાદ નક્કિ થશે કે 2022ની રણનીતિ શું હશે. અમારા યુવાનો નેતા જ છે, કોઇ નેતા ન આવતો કોઇ વાંધો નથી. બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે. સમયના અભાવે નેતાઓ આવી શક્યા નથી. અમારે કોઇ સિમ્બોલ નથી જોઇતું, અમારે પરિણામ જોઇએ છે. ઠોકોર અને કોળી સમાજ એક થયા છે, એટલે પરિણામ અલગ હશે
ચૂંટણીમાં જ્ઞાતિ મહત્વનું ફેક્ટર
2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીકમાં છે અને રાજકીય પક્ષોએ તેને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તમામ ચૂંટણીઓમાં સ્વાભાવિકપણે અમુક સમીકરણો પર વિશેષ ધ્યાન અપાતું જ હોય છે અને તેમાં જે સમીકરણ સૌથી વધુ ધ્યાને લેવાય છે તે છે જ્ઞાતિગત સમીકરણ. જાતિ જ્ઞાતિના સમીકરણોને માનો કે ન માનો પણ તેને સૌથી વધુ રાજકીય પક્ષો પણ પ્રાધાન્ય આપે છે અને તેની અસર વળી જે તે સમાજો પર પણ જોવા મળતી જ હોય છે. તેમાં પણ જ્ઞાતિનું જે ફેક્ટર છે તેમાં જે જ્ઞાતિની વસતી વધુ હોય તે જ્ઞાતિના સમીકરણો સૌથી વધુ અસરકર્તા સાબીત થતા હોય છે. તેમાં પણ ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસતી ટકાવારીને રીતે સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજરઅંદાજ નથી કરી શકતી. રાજકીય પક્ષો તેમને નજરઅંદાજ નથી કરી શકતી તે વાત સ્વાભાવિકરીતે સમાજ અને સમાજના આગેવાનો જાણે જ છે એટલે જ તો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે સામાજીક મેળાવડાઓ અને સામાજીક બેઠકોનો દોર પણ ચૂંટણી નજીક આવતા જ વધતો આપણે જોતા આવ્યા છીએ. તેવું જ વાતાવરણ આપણે ગુજરાતમાં ફરીએકવાર જોઇ રહ્યા છીએ.