બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / સ્પોર્ટસ / Cricket / Kohli's three-and-a-half-year Test century exile complete Virat's reaction as he scored a century was special VIDEO

Ind vs Aus / કોહલીનો સાડા ત્રણ વર્ષનો ટેસ્ટ સદીનો વનવાસ પૂર્ણ, સેન્ચ્યુરી મારતા જ વિરાટનું રિએક્શન હતું ખાસ, જુઓ VIDEO

Manisha Jogi

Last Updated: 04:44 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિંગ કોહલીએ ત્રણ વર્ષ પછી ટેસ્ટ મેચમાં સદી ફટકારતા, વિરાટ કોહલીએ અદભુત રિએક્શન આપતા તેમના ફેન્સમાં ખુશી જોવા મળી રહી છે.

  • અમદાવાદ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી.
  • ત્રણ વર્ષ પછી ટેસ્ટ કરિઅરમાં સદી મારી. 
  • સદી ફટકાર્યા બાદ કોહલીએ આપ્યું અદભુત રિએક્શન.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમવામાં આવી રહી છે. ભારતીય ટીમ આ ટેસ્ટ સીરિઝમાં 2-1થી આગળ છે.  આ અંતિમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 241 બોલમાં સદી ફટકારી છે. લગભગ 3 વર્ષ પછી વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. વિરાટ કોહલી અગાઉ 15 ઈનિંગમાં અડધી સદી પણ ફટકારી શક્યા નહોતા. 

વિરાટ કોહલીએ અલગ અંદાજમાં ખુશી વ્યક્ત કરી

વિરાટ કોહલીએ માત્ર 5 ચોગ્ગા લગાવીને આ સદી પૂરી કરી છે, સૌથી વધુ સ્ટ્રાઈક રોટેટ કરીને રન કર્યા છે. વિરાટ કોહલીએ ટેસ્ટ કરિઅરની 28મી સદી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 75મી સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા નંબર પર છે. લગભગ ત્રણ વર્ષ પછી ટેસ્ટ મેચમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ ખૂબ જ અલગ અંદાજમાં ખુશી વ્યક્ત કરી હતી, જે જોઈને તેમના ફેન્સ દંગ રહી ગયા હતા. હંમેશા સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી આક્રમક અંદાજમાં ખુશી વ્યક્ત કરે છે. આ વખતે સદી ફટકાર્યા પછી એક વિરાટ કોહલીના ચહેરા પર એક સામાન્ય સ્માઈલ જોવા મળી હતી અને ખૂબ જ વિનમ્ર અંદાજમાં દર્શકો અને સાથે ખેલાડીઓના અભિવાદનનો સ્વીકાર કર્યો હતા. 

 

સોશિયલ મીડિયા યૂઝર્સનું શાનદાર રિએક્શન

વિરાટ કોહલીનો આ અંદાજ જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ અલગ અલગ પોસ્ટ શેર કરી રહ્યા  છે. એક સોશિયલ મીડિયા યૂઝરે કમેન્ટ કરી હતી કે, ‘ધ રોરિંગ સેલિબ્રેશન’, ‘1025 દિવસ બાદ આ ક્ષણ જોવા મળી’, ‘બો ડાઉન’, ‘વ્હોટ અ મોમેન્ટ’, ‘કિંગ કોહલી’ જેવી કમેન્ટ કરવામાં આવી રહી છે. વિરાટ કોહલીએ આ વર્ષે શ્રીલંકા સામેની વન ડે મેચમાં શાનદાર સદી ફટકારી હતી, તો છેલ્લી વન ડે મેચમાં 166 રન ફટકારીને અણનમ રહ્યા હતા. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની દૃષ્ટિએ ભારતીય ટીમ માટે આ મેચ મહત્વપૂર્ણ છે. જો ભારત આ મેચ જીતશે તો તે WTC ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે. ઓસ્ટ્રેલિયા WTC ફાઈનલ માટે અગાઉ જ ક્વોલિફાઈ થઈ ગયું છે. ભારત અને શ્રીલંકાની ટીમો અત્યારે ફાઈનલની રેસમાં છે તથા અન્ય ટીમો આ લિસ્ટમાંથી બહાર થઈ ગઈ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad test match IND Vs AUS Virat Kohli Virat Kohli Reaction Virat Kohli Test century IND vs AUS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ