કોહલી જ્યારે મેદાન પર હોય છે ત્યારે તે અલગ અંદાજમાં જોવા મળે છે અને ક્યારેક તેનો ગુસ્સો પણ જોવા મળે છે. અમદાવાદ ટેસ્ટમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું.
કેએસ ભરતના પર વિરાટ થયો ગુસ્સે
કોહલીને સિંગલ્સ રન કરીને વધુમાં વધુ રન બનાવવાનો શોખ છે
વિરાટ કોહલી એ ફટકારી 28મી ટેસ્ટ સદી
સિરીઝની છેલ્લી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે અને ત્રણ વર્ષ પછી તેને ટેસ્ટ ક્રિકેટમાં તેની 28 મી સદી ફટકારી છે
આપણે બધા જાણીએ છીએ કે કોહલી જ્યારે મેદાન પર હોય છે ત્યારે તે અલગ અંદાજમાં જોવા મળે છે અને ક્યારેક તેનો ગુસ્સો પણ જોવા મળે છે. જણાવી દઈએ કે અમદાવાદ ટેસ્ટમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું.
કેએસ ભરતના પર વિરાટ થયો ગુસ્સે
વાસ્તવમાં વિરાટ કોહલી સિંગલ્સ લઈને રન કરવામાં એક્સપર્ટ છે અને તેને સિંગલ્સ રન કરીને વધુમાં વધુ રન બનાવવાનો શોખ છે. આવી સ્થિતિમાં અમદાવાદ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાની વિકેટ પડ્યા બાદ કોહલીએ સ્ટ્રાઈક રોટેટિંગ કરવાનું વિચાર્યું હતું અને 118મી ઓવરમાં ટોડ મર્ફીની બોલ પર બેટ વડે ધીમો શોટ રમ્યો અને રન લેવા માટે દોડ્યો હતો, જો કે એ સમયે કોહલીને જોઈને ભરત પણ આગળ વધ્યો પણ અડધેથી પાછો ફર્યો તેને જોઈને કોહલીને અડધી ક્રિઝ પરથી પાછું ફરવું પડ્યું હતું.
This is very shameful reaction from Virat Kohli towards youngster KS Bharat
આ બાદ કેએસ ભરતની જોઈને વિરાટ કોહલી ગુસ્સે થયો હતો અને સાથે જ કઇંક બોલ્યો પણ હતો જો કે કોહલીનો ગુસ્સો જોઈને કેએસ ભરતે માથું નમાવીને તેની પાસે માફી માંગી હતી. નોંધનીય છે કે આ પહેલા પણ વિરાટ કોહલી રન લેવા માટે ઘણા ખેલાડીઓ પર ગુસ્સો કરી ચૂક્યો છે.
અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના ત્રીજા સેશન સુધી બેટિંગ કરી હતી. કાંગારૂ ટીમે પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયાની બેટિંગ હજુ પણ ચાલી રહી છે. ભારતે અત્યાર સુધી 4 વિકેટના નુકસાન પર 335 રન બનાવ્યા છે.
વિરાટ કોહલી એ ફટકારી 28મી ટેસ્ટ સદી
ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 28મી સદી છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા સામે તેણે 7મી વખત ત્રણ આંકડાનો સ્કોર કર્યો છે. ચોથા દિવસે લંચ બાદ વિરાટે 241 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિરાટ કોહલીએ શરૂઆતથી જ ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ તેની સદી સુધી પહોંચવા માટે 5 ચોગ્ગા ફટકાર્યા હતા અને તેણે સૌથી વધુ રન વિકેટની વચ્ચે દોડીને બનાવ્યા હતા.
હાલ ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં પહોંચતી જોવા મળી રહી છે.
વિરાટ કોહલી એ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમનાર તે એકમાત્ર બેટ્સમેન છે. તેણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ 75 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે ફરી પાછું વળીને જોયું નથી. તેણે ભારત માટે 107 ટેસ્ટ મેચમાં 8230 રન, 271 વનડેમાં 12809 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે 115 ટી20 મેચમાં 4008 રન બનાવ્યા છે.