બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Know your Thyroid Gland and How to take care of it

હેલ્થ ટીપ્સ / દર ત્રીજા ભારતીયમાં જોવા મળે છે આ રોગ થાઇરોઇડ, આટલી બાબતનું રાખો ખાસ ધ્યાન

Kashyap

Last Updated: 10:30 PM, 29 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગળામાં આવેલી એક નાનકડી ગ્રંથિમાં જો સહેજ પણ ઉંચનીચ થાય તો તેની અસર આખા શરીરની તમામ વ્યવસ્થાઓ પર દેખાવા લાગે છે. આ ગ્રંથિ એટલે થાઇરોઇડ ગ્રંથિ. આ ગ્રંથિ નિશ્ચિત માત્રામાં હોર્મોન પેદા કરે તે જરુરી છે. જરા પણ વધુ પેદા થાય તો પણ તકલીફ અને જરા પણ ઓછી પેદા થાય તો પણ તકલીફ. આ હોર્મોન આપણા શરીરની લગભગ તમામ ક્રિયાઓને કન્ટ્રોલ કરે છે.

છેલ્લા દોઢ દાયકામાં ભારતમાં થાઇરોઇડ પેશન્ટની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. દર ત્રીજી વ્યક્તિને થાઇરોઇડની સમસ્યા છે. તેમાંય હોર્મોન્સની કમીના કારણે પેદા થતો હાઇપોથાઇરોઇડ વધુ જોવા મળે છે.

શું છે થાઇરોઇડના કારણો

બ્રિટનની કિંગ્સ કોલેજના સંશોધકોનું કહેવુ છે કે જો ચોક્કસ માત્રા કરતા વધુ આયોડિન સપ્લિમેન્ટ્સ આપવામાં આવે તો તેનાથી પણ થાઇરોઇડ ગ્રંથિઓની કામગીરી ખોરવાય છે. રોગપ્રતિકારક ક્ષમતામાં ગરબડ થાય છે. કેટલાક નિષ્ણાતો એમ પણ કહે છે કે આ એક ઓટો ઇમ્યુન ડિસીઝ છે. શરીરનું રશ્રણ કરતા કોષ પોતેજ થાઇરોઇડ ગ્લેન્ડ પર હુમલો કરે તેના કારણે ગ્રંથિની કાર્યક્ષમતા ઘટી જાય છે. આ સમસ્યામાં શરીરમાં એન્ટીબોડિઝ પેદા થાય છે. જે પોતેજ થાઇરોઇડ ગ્રંથિને કનડે છે.

દવા લેનારી વ્યક્તિઓએ આટલી કાળજી રાખવી

  • સિન્થેટિક હોર્મોન્સની ગોળી રોજ સવારે ઉઠીને ભુખ્યા પેટે લેવી. એ ગોળી લીધા પછી પોણોથી એક કલાક કશું જ ન ખાવું. જો એમ નહીં કરવામાં આવે તો હોર્મોન્સ બરાબર એબ્ઝોર્બ નહી થાય અને દવા વેસ્ટ જશે.
  • આ દવા સાથે બીજી કોઇ મલ્ટીવિટામીનની ગોળી ન લેવી. અન્ય કોઇ પણ દવા દોઢ-બે કલાક પછી જ લેવી
  • એક્સર્સાઇઝ એ પણ એક દવા જ છે. થાઇરોઇડના દર્દીઓ માટે બેઠાડુ જીવન સ્લો પોઇઝન સમાન છે જો આમ હોય તો ચેતવાનો ટાઇમ આવી ગયો છે
  • અચાનક તમારું વજન વધવા લાગે, ડાયેટ કન્ટ્રોલ કરવા છતાં કોઇ ફર્ક ન પડે, એક્સર્સાઇઝ કરવાનુ શરુ કરો અને થાકીને ઠુસ થઇ જવાય
  • ઠંડી સહન કરવાની ક્ષમતા ઘટી જાય. જરાક અમથી ઠંડીમાં પણ હાથ-પગ ઠંડા પડવા લાગે.
  • ઉંઘીને ઉઠ્યા પછી ખુબ સુસ્તી અનુભવાય. ઉંઘ્યા જ કરીએ તેવું ફીલ થાય.
  • કબજીયાતના કારણે સવાર બગડે અથવા ડાયેરિયા થઇ જાય.
  • વાળ ખુબ ખરે, સ્કિન ડ્રાય થઇ જાય અને નખ બરડ થવા લાગે
  • વગર કારણે ચીડિયો સ્વભાવ થઇ જાય
  • સ્નાયુઓ સ્ટિફ થઇ જાય. સાંધા દુખે અને શરીરમાં ઝીણી કળતર થવા લાગે
  • માસિકચક્રમાં અનિયમિતતા આવે. ખુબ ઓછુ કે વધુ બ્લીડિંગ થાય.
  • યાદશક્તિ અને સમજણશક્તિ ઘટી રહી છે એવું લાગે. એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી પડે.
  • અવાજ ઘોઘરો થવા લાગે. જીભ જાડી થવાના કારણે ઉચ્ચારણોમાં સ્પષ્ટતા ન રહે.
  • સવારે ઉઠીને આખા હાથ અને પગે સોજા આવે. આખુ શરીર ફુલેલુ લાગે

સંકળાયેલા મુદ્દાઓ

Health Thyroid Thyroid disease thyroid problem આરોગ્ય હેલ્થ ટીપ્સ Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ