મેષ (અ લ ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: 1-8
નવું કામ થાય સંતાનના કામ અંગેની ચર્ચા વિચારણા થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થાય. પ્રવાસ શક્ય બને.
વૃષભ (બ વ ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: 2-7
નોકરી-ધંધાના તેમજ બેંકના કામમાં જાગૃતિ અને સાવધાની રાખવી પડે. રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. પ્રવાસ શક્ય બની રહે.
મિથુન (ક છ ઘ) | શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: 3-6
પત્ની-સંતાન-પરિવારને મદદરરૂપ થઈ શકો વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી રહે. ચિંતા હળવી બને.
કર્ક (ડ હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: 4
ઉઘરાણી આવવાથી રાહત મળે. નાણાંની લેવડ-દેવડનો વ્યવહાર સચવાય સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. રોજગારીની તક મળી શકે છે.
સિંહ (મ ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: 5
પરિવારના કામ માટે ખર્ચ થાય. અન્યને મદદ કરી શકો. વાહન ચલાવતાં કાળજી રાખવી હિતાવહ. પ્રવાસનું આયોજન શક્ય બની રહે. રાજકીય પ્રતિષ્ઠા વધે.
કન્યા (પ ઠ ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: 8-3
વાત વાતમાં મનદુ:ખ ગેરસમજ થાય. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળી શકે.
તુલા (ર ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: 7-2
નોકરી-ધંધાના કામથી સરકારી-રાજકીય- ખાતાકીય કામથી આપે વ્યસ્ત રહેવું પડે. વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. દિવસ આનંદમય પસાર થઈ શકે છે. ચિંતા દૂર થાય.
વૃશ્ચિક (ન ય)| શુભ રંગ: લાલ શુભ અંક: 8-1
નોકરી-ધંધામાં અન્ય કામમાં પ્રગતિ રહે આવક થવાની શક્યતા. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. આરોગ્ય સુખમય.
ધન (ભ ધ ફ ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: 9-12
કાર્યક્ષેત્રે નવો પ્રારંભ થઈ શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. તમારા રોજીંદા કામ ઉપરાંત વધારાના કામ અંગે ચિંતા-ખર્ચ-દોડધામ થાય તેમ છતાં કામની પ્રગતિ-સરળતાથી હળવાશ થતી જણાય.
મકર (ખ જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: 10-11
ચિંતા-ખર્ચ છતાં તમારે તમારા અંગત કામમાં ધ્યાન આપવું પડે. નાણાંની લેવડ દેવડના વ્યવહાર સાચવવા પડે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે. નાણાભીડ દૂર થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે.
કુંભ (ગ સ શ ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: 11-10
વડીલવર્ગ માટે ખર્ચ થાય પરંતુ આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. પ્રણય પ્રસંગોમાં સફળતા મળી શકે. અટકેલાં કાર્યો પૂર્ણ થતાં જોવા મળે. સંતાન સંબંધી પ્રશ્નો હલ થઈ શક છે.
મીન (દ ચ ઝ થ)| શુભ રંગ: પીળાો શુભ અંક: 12-9
વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. ચિંતા હળવી બની શકે.