Team VTV07:19 AM, 02 Jan 20
| Updated: 07:28 AM, 02 Jan 20
ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આ દિવસે ઘેરો પીળો અને આછો વાદળી રંગ પહેરવો શુભ છે. માતા- પિતાને વંદન કરવાની સાથે જ કોઈનું દિલ ન દુભાય તેનું ધ્યાન રાખવાની પણ સલાહ ગણેશજી આપી રહ્યા છે. ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. આજના દિવસે ચણાની દાળનું દાન કરવાથી શુભ ફળ મળી શકે છે. તો જાણી લો તમામ રાશિઓનું ગુરુવારનું રાશિ ભવિષ્ય.