હસ્તરેખા /
આંગળીઓની લંબાઇથી જાણો તમારી કિસ્મતની શું છે હાલ
Team VTV02:53 PM, 26 Aug 19
| Updated: 02:54 PM, 26 Aug 19
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથની આંગળીઓું ખૂબ જ મહત્વ છે. આંગળીઓની બનાવટ એમની લંબાઇ અને પહોળાઇને જોઇને વ્યક્તિવના સ્વભાન, વર્તમાન અને ભવિષ્ય માટે જાણી શકાય છે. એ સામેના વ્યક્તિના ઘણા રહસ્ય કહી દે છે.
ચલો તો આંગળીઓને જોઇને જાણીએ છીએ કે તમારી કિસ્મતમાં શું લખેલું છે, જે જાણવું તમારા માટે જરૂરી છે.
તર્જની એટલે કે ગુરુ
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, ગુરુ એટલે કે તર્જની આંગળી લાંબી હોવા પર વ્યક્તિ વિદ્ધાન હોય છે અને એનામાં લીડર હોવાની ક્ષમતા હોય છે. પરંતુ તર્જની આંઘળી મધ્યમા આંગળીના બરાબર હોય તો ઘણી ભાષાઓનું જ્ઞાન હોય છે અને ખૂબ ધનવાન હોય છે.
મધ્યમા એટલે કે શનિ
મધ્યમા એટલે શનિ આંગળી સૌથી મોટી હોય છે. આવો વ્યક્તિ ક્યારેય મહેનત કરવામાં પાછળ રહેતો નથી. એ જે પણ કાર્ય કરે છે એને હંમેશા સપળતા મળે છે. તો એ આંગળી નાની હોવા પર નિરાશાવાદી અને નીરસ સ્વભાવના હોય છે.
અનામિકા અને સૂર્ય
અનામિકા એટલે કે સૂર્ય આંગળી લાંબી છે તે એ વ્યક્તિ કળા, સંગીત, કવિતા અથવા ફરી લેખન કાર્યમાં ખૂબ ફેમસ હોય છે. એ પોતાના જીવનમાં ધન અને માન સમ્માન ખૂબ કમાય છે. તો બીજી બાજુ સૂર્ય આંગળી શનિ એટલે કે મધ્યમા આંગળીના બરાબર છે તો આ શુભ સંકેત નથી. આવો વ્યક્તિ જુગાર, દારૂ જેવા ખોટા કાર્યોમાં રહે છે. અને જો આંગળી નાની છે તો એ જિંદગીબર પોતાના સન્માન માટે લડતો રહે છે.
નાની એટલે કે બુધ
સૌથી નાની આંગળી કનિષ્કા એટલે બુધની આંગળી સૂર્ય એટલે કે અનામિકાના નખની ઉપર બાજુ સુધી પહોંચે તો એ પોતાની બુદ્ધિના બળથી જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે. એ વિજ્ઞાન જેવા વિષયોમાં રૂચિ રાખે છે. જો બીજી બાજુ બુધ અને સૂર્ય આંગળી બરાબર છે તો એવો વ્યક્તિ વૈજ્ઞાનિક અથવા મોટો બિઝનેસમેન બને છે. બીજી બાજુ આંગળી નાની છે તો એ દરેક કાર્ય ધન લાભ માટે કરે છે.
અંગુઠા એટલે કે શુક્ર
અંગૂઠાનો પહોળો નખ, સાચી લંબાઇ હોવું અને જાડા હોવા પર વ્યક્તિ સાચો નિર્ણય લે છે. લોકો એમની પાસેથી મંતવ્ય માંગવા પણ આવે છે અને બહારની તરફ વળેલો હોય તો એ આત્મનવિશ્વાસી અને કાર્યકુશળ હોય છે. નાના અને નિર્બળ અંગૂઠાના વ્યક્તિને જીવનમાં ખૂબ કમજોર અને અસફળ બનાવે છે.