know why The Congress will go to court against the Election Commission
વિરોધ /
સ્થાનિક સ્વરાજના ઈલેક્શનમાં આ કારણે ચૂંટણી પંચ વિરુદ્ધ કોર્ટમાં જશે કોંગ્રેસ !
Team VTV08:27 PM, 24 Jan 21
| Updated: 08:31 PM, 24 Jan 21
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ હવે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામોની તારીખને લઈ વિવાદ
પ્રદેશ કોંગ્રેસે ચૂંટણીપંચ સામે કોર્ટમાં જવાની કરી તૈયારીઓ
મનપા અને પંચાયતોના પરિણામ એક દિવસે જાહેર કરવા માંગ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ હવે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે જણાવ્યું કે, પ્રદેશ કોંગ્રેસે ચૂંટણી પંચ વિરુદ્ધ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે વન નેશન વન ઈલેક્શનની વાતને યાદ કરાવી ભાજપ પર પ્રહાર કર્યા છે.
આ કારણે સર્જાઈ રહ્યો છે વિવાદ
ગુજરાતમાં મહાનગર પાલિકા-નગરપાલિકાની ચૂંટણી સિવાય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અલગ-અલગ દિવસે યોજાવાની છે. પરંતુ બંનેના પરિણામ પણ અલગ-અલગ દિવસે જાહેર થશે. જેને લઈ કોંગ્રેસ કોર્ટના દરવાજા સુધી જવાની વાત કરી રહ્યું છે. કોંગ્રેસની માગ છે કે, એક જ દિવસે પરિણામ જાહેર થવા જોઈએ.