દૂધ આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે પારંતુ જો રાત્રે દૂધ લેવામાં આવે તો તેના કેટલાક ગેરલાભ પણ છે. જાણો રાત્રે દૂધ પીવાથી ક્યા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે છે.
રાત્રે સુતા પહેલા દૂધ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક
ઘણી બીમારીઓ કરી જાય છે ઘર
વજન વધવાની પણ શક્યતા
રાત્રે સુતા પહેલા દૂધ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક
દૂધ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને બાળકોનાં આરોગ્ય માટે દૂધને ઉત્તમ માનવામાં આવે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને અસંખ્ય બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. આ જ કારણ છે કે, લોકો તેમના આહારમાં દૂધને અચૂક સામેલ કરતા હોય છે.
કેટલાક લોકોને સવારે ઘરની બહાર નીકળતા પહેલા દૂધ પીવું ગમે છે તો કેટલાક રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરે છે. આજે તમને અમે રાત્રે સૂતા પહેલા દૂધ પીવાના શું ગેરલાભ છે તેના વિશે જણાવીશું.
દૂધમાં પ્રોટીન અને લેક્ટોઝ હોય છે
દૂધમાં લેક્ટોઝ અને પ્રોટીન હોય છે, જેના કારણે સૂતા પહેલાં તેનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારી ઊંઘમાં ખલેલ થાય છે અને કેટલીકવાર લોકોને અનિદ્રાની સમસ્યા પણ થવા લાગે છે.
ડિટેક્સિફિકેશન ધીમું થઈ જાય છે
આપણું લિવર રાત્રીના સમયે શરીરમાં ડિટોક્સિફિકેશનનું કામ શરૂ કરે છે, જે દૂધથી અવરોધાય છે. એટલે કે જે લોકો રાત્રે દૂધ પીવે છે તેમનામાં લીવરની કામગીરી ખૂબ જ ધીમી પડી જાય છે.
રાત્રે ન પીશો ઠંડું દૂધ
રાત્રે ગરમ દૂધ હજી પણ એક હદ સુધી સારું માની શકાય છે. પણ જો તમને ઠંડું દૂધ પીધા પછી સૂવાની આદત હોય તો તે તમારા સ્વાસ્થ માટે બિલકુલ સારું નથી.
પાચનતંત્રની તકલીફ
ઘણા ન્યુટ્રિશનિસ્ટ એવું પણ માને છે કે,રાત્રે દૂધ પીવાથી પાચનની સમસ્યા સર્જાય છે. જો તમારું પેટ સાફ નથી થતું અથવા ખોરાક પચવામાં સમસ્યા છે, તો રાત્રે દૂધ પીવાનું ચોક્કસથી ટાળવું જોઈએ.
વજન વધવાની શક્યતા
જો તમે રાત્રે દૂધ પીતા હોવ તો તમારુંવજન વધવાનું જોખમ પણ વધી શકે છે. એક ગ્લાસ દૂધમાં લગભગ ૧૨૦ કેલરી હોય છે અને દૂધ પીધા પછી સૂવાને કારણે કેલેરી પણ બર્ન થતી નથી.