અરવલ્લી / જાણો કોણ છે આ ગુજરાતી છોકરી જેણે 6 ફૂટ લાંબા વાળથી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

યુવતીઓમાં લાંબા રાખવાની જગ્યાએ શોર્ટ અને સ્ટાયલિશ વાળ રાખવાનો વધારે ક્રેઝ છે. જો કે અરવલ્લીમાં એક યુવતીએ લાંબા વાળ રાખી ગીનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન બનાવી દીધું છે. મોડાસાના સાયરા ગામમાં રહેતી નિલાંશી પટેલે 6 ફૂટ લાંબા એટલે કે 190 સેન્ટી મીટર જેટલા વાળ રાખી ટીનએજ કેટેગરીમાં વિશ્વ રેકોર્ડ સર્જી દીધો છે. નિલાંશીએ 3 વર્ષની ઉમરથી જ વાળની કાળજી રાખી અને વિશ્વરેકોર્ડ સર્જી દીધો છે. નિલાંશી પટેલે 2018માં નવમ્બરમાં 170.5 સેન્ટી મીટર લાંબા વાળ સાથે ગિનિશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. અને તેના એક વર્ષ બાદ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ત્યારે આ અંગે નિલાંશીએ કહ્યું કે મારે લાંબા વાળના કારણે મારે મિત્રો પણ વધ્યા છે અને શાળામાં મારા મિત્રો મારી વાળની જાળવણી કરવામાં મદદ કરે છે. અને આ વાળના કારણે તેને પ્રસિદ્ધિ મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ