2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. આવમાં અમુક કાર્યો કરવા અત્યંત અશુભ માનવામાં આવે છે. જાણો ક્યા ક્યા કર્યો આ દરમિયાન ન કરવા જોઈએ.
2 એપ્રિલથી શરુ થશે નવરાત્રી
ન કરવા જોઈએ આ કામ
માતાનાં 9 સ્વરૂપોની કરવામાં આવે છે પૂજા
2 એપ્રિલથી શરુ થશે નવરાત્રી
શક્તિ ઉપાસનાનાં પર્વ નવરાત્રીને દેશમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસોમાં માતા દુર્ગાનાં 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આખા વર્ષમાં 4 નવરાત્રી આવે છે. જેમાંથી ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર નવરાત્રી આ વર્ષે 2 એપ્રિલ 2022થી શરુ થઈને 11 એપ્રિલ 2022 સુધી છે. ધાર્મિક માન્યતા છે કી નવરાત્રીમાં માતાની પૂજાથી વિશેસ્શ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ માન્યતા છે કે નવરાત્રી દરમિયાન અમુક કાર્યો ન કરવા જોઈએ. કહેવામાં આવે છે એકે જો કોઈ નવરાત્રી દરમિયાન આ કાર્યો કરે છે, તો તેના જીવનમાં દરિદ્રતાનો વાસ થવા લાગે છે. સાથે જ ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણો એવા ક્યા ક્યા કાર્યો છે જે આપણે નવરાત્રી દરમિયાન ન કરવા જોઈએ.
માંસાહારી ભોજન
નવરાત્રી દરમિયાન, દેવીના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ 9 દિવસોમાં મા દુર્ગાનાં ભક્તો ઉપવાસ રાખીને દેવીની પૂજા કરે છે. આવામાં નવરાત્રી દરમિયાન, માંસાહારી ભોજન કરવાથી બચવું જોઈએ.
લસણ - કાંદાનું સેવન
લસણ અને ડુંગળીને તામસિક ભજનની શ્રેણીમાં રાખવામાં આવે છે. તામસિક ભોજન મનની એકાગ્રતા ભંગ કરે છે. સાથે જ માનસિક થાકનું પણ કારણ બને છે. આ જ કારણ છે કે નવરાત્રીમાં તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ.
વાળ કપાવવા
નવરાત્રીનાં 9 દિવસોમાં વાળ કપાવવાથી કે શેવિંગ કરવાથી બચવું જોઈએ. માન્યતા છે કે નવરાત્રી દરમિયાન વાળ કપાવવાથી ભવિષ્યમાં સફળતા મેળવવાની સંભાવના ઘટી જાય છે. આવામાં નવરાત્રીનાં 9 દિવસોમાં વાળ કપાવવાથી બચવું જોઈએ.
નખ કાપવા
શાસ્ત્રો અનુસાર, નવરાત્રીનાં 9 દિવસોમાં નખ કાપવાની મનાઈ હોય છે. આ જ કારણ છે કે ઘણા લોકો નવરાત્રી શરુ થતા પહેલા નખ કાપી લે છે, જેથી નવરાત્રીનાં દિવસોમાં નખ કાપવાની જરૂર ન પડે. માન્યાતા છે કે નવરાત્રીનાં 9 દિવસોમાં નખ કાપવાથી માતા ક્રોધિત થઇ જાય છે અને તેમના ક્રોધનો સામનો કરવો પડે છે.
દારુ પીવો
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કોઇપણ પવિત્ર તહેવાર દરમિયાન દારુ ન પીવો જોઈએ. ચૈત્ર મહિનો ભગવતી દુર્ગાની ઉપાસના માટે અત્યંત ખાસ માનવામાં આવે છે. આવામાં, નવરાત્રી દરમિયાન, દારુ પીવાથી પણ માતા ક્રોધિત થઇ જાય છે.
ચામડાની વસ્તુઓ પહેરવાથી બચો
નવરાત્રી દરમિયાન, ચામડાનાં બેલ્ટ, જેકેટ વગેરે પહેરવાથી બચવું જોઈએ. ચામડું પ્રાણીની ખાલથી બને છે અને એટલા માટે તેને અશુભ માનવામાં આવે છે. આવામાં નવરાત્રી દરમિયાન, ચામડાની વસ્તુઓનાં ઉપયોગથી બચવું જોઈએ.
અપશબ્દો ન બોલવા જોઈએ
નવરાત્રી દરમિયાન, અપશબ્દો બોલવા જોઈએ નહી. આ દેવી દુર્ગાની ભક્તિ અને ઉપાસનાનો સમય હોય છે, એટલા માટે આ દરમિયાન કોઈપણ અપશબ્દનો પ્રયોગ કરવો જોઈએ નહી.