બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / તમારા કામનું / એક જમાનામાં થતો 'રાધા મેકઅપ' હવે HD મેકઅપ અને નેઈલ આર્ટનો આવ્યો જમાનો, જાણો આ લગ્ન સિઝનમાં શું છે ટ્રેન્ડિંગ?
Nidhi Panchal
Last Updated: 06:46 PM, 11 November 2024
લગ્નની બીજી તૈયારીની સાથે સાથે આ તૈયારી પણ મહિના પહેલા શરૂ થઈ જાય છે. કારણ કે મેકઅપની સાથે સાથે, કપડાથી લઈને નેઇલ આર્ટ અને હેરસ્ટાઇલિંગનું પણ ઝીણવટપૂર્વક કરવામાં આવે છે. દર વર્ષે નવા મેકઅપનો ટ્રેન્ડ આવતો હોઇએ છે, અને છેલ્લા કેટલાક વર્ષોથી, નેઇલ આર્ટની લોકપ્રિયતા પણ વધી છે.
ADVERTISEMENT
દરેક છોકરી માત્ર તેના લગ્નના દિવસે જ નહીં પરંતુ લગ્ન બાદના એક કે બે મહિના સુધી સુંદર દેખાવા માંગે છે. આના માટે બ્યુટિશિયન બ્રાઇડલ ફેશિયલ કરતા હોય છે, જેમાં ફેશિયલ, હાથ તથા નખની સાજસંભાળ, પેડિક્યોર અને અન્ય ઘણી વસ્તુઓ આવી જાય છે,આ ફેશિયલ પેકેજમાં 6 સિંટિંગ આવતી હોઇએ છે. બ્રાઇડલ મેકઅપ અને ફેશિયલ પેકેજ તમામ નાના મોટા સલુન્સમાં ઉપલબ્ધ છે અને બુકિંગ સામાન્ય રીતે લગ્નના બે મહિના પહેલા થઇ જતા હોય છે. ફેશિયલની વાત કરીએ તો, HD ફેશિયલ ગયા વર્ષે ખાસ કરીને લોકપ્રિય હતું. આ બધી તૈયારીઓ દરમિયાન, તમે ઘણીવાર આપણી માતાઓ અથવા દાદીમાઓને કહેતા સાંભળ્યું હશે કે, "અમારા જમાનામાં, અમારી પાસે આ બધું નહોતું," થોડો પાઉડર અને લાલ લિપસ્ટિક બસ મેકઅપ પૂરો
ADVERTISEMENT
જો કે, તેમના વાત પણ સાચી છે, કારણ કે અગાઉ એવું કંઈ નહોતું. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સૌથી જૂનું સલૂન ચલાવતા જોશનાબહેન જણાવે છે કે 20 વર્ષ પહેલાં ફેશિયલ કે આવા નવા ટ્રેન્ડનું ચલણ નહોતું. તે સમયે, તેઓ ગ્લો વધારવા માટે હલ્દી અને સ્ટિમનો ઉપયોગ કરીને ફેશિયલ કરતા હતા. જો ગ્રાહકો થોડી વધુ ઇચ્છતા હોય, તો તેઓ હાથ તથા નખની સાજ સંભાળ અને પેડિક્યોર કરાવતા. તે સમયે કિંમત એકદમ પરવડે તેવી હતી, ફેશિયલની કિંમત માત્ર એક હજાર રૂપિયા હતી. જેથી ઓછી કિંમતમાં પણ તેઓ ગ્લો લાવતા હતા.
જોશનાબહેન વધુમાં જણાવે છે કે આજની પેઢી ઘણી પરંપરાઓમાં વિશ્વાસ કરતી નથી. જો કે, આ પરંપરાઓ પાછળ એક કારણ હતું. ઉદાહરણ તરીકે, કન્યા અને વરરાજાને તેમના લગ્નના એક મહિના પહેલા બહાર જવાની મંજૂરી ન હતી, જે તેમના ચહેરા પર ચમક જાળવવામાં મદદ કરે છે. કમનસીબે, આજની પેઢી આ પ્રથાને પરંપરા તરીકે સ્વીકારતી નથી.
જો કે તેઓ તો મહેંદી પણ સાદી કરતા હતા. જેમ જૂના ગીતો રિમિક્સ કરવામાં આવે છે. એ જ પ્રકારે આજે રાધા મેકઅપ જે 30 વર્ષ પહેલા લોકપ્રિય હતો તે ફરીથી ટ્રેન્ડ કરી રહ્યો છે. જોશનાબહેનના જણાવ્યા અનુસાર, ત્રણ દાયકા પહેલાં, ચોખાના લોટનો ઉપયોગ કરતા હતા તેને પાણીમાં ભેળવવામાં આવતો હતો અને આઇબ્રોની ઉપર ટપકા મુકવામાં આવતા. તે સમયે, કોઈ નેઈલ આર્ટ પણ નહોતું, ફક્ત સામાન્ય નેલ પોલીસ કરવામાં આવતી હતી, જેની સામાન્ય રીતે કિંમત લગભગ 10 રૂપિયા હતી. હેર સ્ટાઇલ પણ સરળ હતી; એક અંબોડો ફોલ્ડ કરીને તેને ઓઢણીથી ઢાંકવામાં આવતો હતો.
જો કે હવે વર્તમાન કાળમાં આવી જઇએ તો આ વર્ષે પણ કયા ફેશિયલ અને મેકઅપ સાથે નેઈલઆર્ટ ટ્રેન્ડમાં છે તે પણ જાણી લો.
જાણીતા BB સલૂનના માલિક મેધના પટેલના જણાવ્યા અનુસાર,તેમની પાસે છેલ્લા ત્રણ મહિનામાં સંખ્યાબંધ બુકિંગ આવી ગયા છે. દરેક કન્યા તેના લગ્નના દિવસે અલગ દેખાવાની ઇચ્છા રાખે છે. જો કે,બ્રાઇડલ ફેશિયલ કન્યાની ત્વચાના પ્રકારને અનુરૂપ હોવું જોઈએ, કારણ કે તેની ત્વચાને નુકસાન ના પહોંચે આ ફેસિયલમાં વપરાતા કેમિકલની પસંદગી કરવી જરૂરી છે. જોકે, મેકઅપની કિંમત ફેશિયલ જેટલી જ છે. હાલમાં, સામાન્ય ફેશિયલ 2,000 થી શરૂ થાય છે. જો આપણે બ્રાઈડલ ફેશિયલને ધ્યાનમાં લઈએ, તો તેનું પેકેજ 5,000 થી શરૂ થાય છે, અને તમારી ત્વચાના પ્રકાર પર આધાર રાખીને, તમારે તેને અનુરૂપ મેકઅપ પેકેજ પસંદ કરવાની જરૂર પડશે. તેથી, મેકઅપ, ફેશિયલ, નેઇલ આર્ટ અને હેરસ્ટાઇલની સંયુક્ત અંદાજીત કિંમત 50 હજાર જેટલી થતી હોઇએ છે.
જો તમને ખીલ, ડાઘ, પિગમેન્ટેશન બર્ન અથવા સ્ટ્રેચ માર્ક્સ હોય તો તમારે તમારા લગ્નના 6 મહિના પહેલા ફેશિયલ કરવાનું રહે છે. કારણ કે તેમાં દર બે થી ચાર અઠવાડિયે ફેશિયલ કરાવવું જોઈએ, જે લગ્ન પહેલા લગભગ છ થી 12 સિંટિંગ રહે છે. જો તમને ટેનિંગ, હળવા ખીલ, નિશાન અથવા ડાર્ક ડોટ્સ છે તો તમારે લગ્નના ત્રણ મહિના પહેલા ફેશિયલ કરાવવાનું શરૂ કરવું જોઈએ. એમાં 4 જેટલી સિંટિંગ આવતી હોઇએ છે. જો તમારી ત્વચાને કોઇ પણ લાલાશ, બ્રેકઆઉટ અથવા અન્ય સાધારણ તકલીફ છે. તો તમારા લગ્નના દિવસના લગભગ એકથી બે એઠવાડિયા પહેલા ફેશિયલ કરવાનું હોઇએ છે. મેધના પટેલના વધુમાં કહે છે કે આ વર્ષે ગ્લો ફેશિયલ માર્કેટમાં ટ્રેન્ડ કરી રહ્યો છો.
આ તો થઇ ફેશિયલની વાત પણ મેકઅપમાં પણ અલગ અલગ પ્રકારના આવતા હોઇએ છે. બ્રાઇડલ મેકઅપ હાઈલી પ્રોફાઈલ અને હાઈલી ટ્રેન મેકઅપ આર્ટિસ્ટ જોડે કરાવાનું રહે છે. મેધના પટેલ જણાવે છે કે,"ગયા વર્ષે HD મેકઅપ ખૂબ જ ટ્રેડિંગમાં ચાલી રહ્યો હતો. લોકોએ HD મેકઅપ વધારે પસંદ કરી રહ્યા હતા. આ વર્ષે લોકો સાદો મેકઅપ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે, કારણ કે સેલિબ્રિટીના લગ્નના લૂકનો ટ્રેન્ડ છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યો છે. જેના કારણે આ વર્ષે રકુલ પ્રીત સિંહનો મેકઅપ ખૂબ જ ચાલી રહ્યો છે. જેને HD+ ગ્લો મેકઅપ કહેવાય છે. જે આ વર્ષે સૌથી વધુ પોપ્યુલર બ્રાઇડલ મેકઅપમાં ગણવામાં આવે છે. નેલઆર્ટમાં આ વર્ષે ગ્લિટર નેલ આર્ટની વધારે માંગ જોવા મળી રહી છે.
બ્રાઇડલ હેરસ્ટાઇલમાં ફૂલો, ઘરેણાં અથવા ગજરાથી શણગારેલા લોઅર બન્સ શ્રેષ્ઠ ફેશન ચાલી રહી છે. જો તમારી પાસે લાંબા વાળ છે અને તમે બન નથી લગાવા ઈચ્છતા, તો ભારતીય દુલ્હન માછલી હેરસ્ટાઇલ કરાવી શકો છો. જો કે આ વર્ષે પણ ફૂલોથી શણગારેલ બન લોકોની સૌથી વધારે પસંદગી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.