know what hemamalini and prakash kaur says about each other
મનોરંજન /
લગ્નના 42 વર્ષે પણ ધર્મેન્દ્રની પહેલી પત્નીને નથી મળી હેમા, પ્રકાશ કૌરે કર્યો મોટો ખુલાસો
Team VTV11:23 AM, 07 Mar 22
| Updated: 11:24 AM, 07 Mar 22
જાણો ધર્મેન્દ્ર પાજીની બીજી પત્ની હેમામાલિની તથા પહેલી પત્ની પ્રકાશ કૌર એકબીજા વિષે શું કહે છે
ધર્મેન્દ્ર તથા હેમામાલિનીની ચર્ચિત લવ સ્ટોરી
જાણો હેમામાલિની ધર્મેન્દ્રની પહેલી વાઈફ પ્રકાશ કૌર પર શું કહે છે
જાણો પ્રકાશ કૌરનું શું કહેવું છે
ધર્મેન્દ્ર તથા હેમામાલિનીની ચર્ચિત લવ સ્ટોરી
ધર્મેન્દ્ર તથા હેમામાલિનીનું નામ ઈંડસ્ટ્રીની ચર્ચિત જોડીઓમાનું એક છે. તેમની લવ સ્ટોરી સાથે જોડાયેલ કિસ્સાઓ આજે પણ ઈંડસ્ટ્રીમાં સંભળાવવામાં આવે છે. આજે અમે તમને જણાવશું કે પહેલાથી વિવાહિત ધર્મેન્દ્રની વાઈફ પ્રકાશ કૌરને લઈને હેમામાલિનીએ એક વાર શું કહ્યું હતું. જણાવી દઈએ કે ધર્મેન્દ્રનાં લગ્ન પ્રકાશ કૌર સાથે સાલ 1954માં થયા હતા. આ લગ્નથી ધર્મ પાજી તથા પ્રકાશ કૌરનાં ચાર બાળકો પણ થયા.
જાણો હેમામાલિની ધર્મેન્દ્રની પહેલી વાઈફ પ્રકાશ કૌર પર શું કહે છે
જ્યારે, હેમામાલિની સાથે ધરમ પાજીનાં લગ્ન વર્ષ 1980માં થયા હતા. આ લગ્નથી તેમના ઘરે બે બાળકો ઇશા દેઓલ તથા અહાના દેઓલ છે. ધરમ પાજી સાથે લગ્ન બાદ હેમાએ એક્ટરની પહેલી વાઈફ રહી ચૂકેલ પ્રકાશ કૌરથી અંતર બનાવીને રાખ્યું હતું તથા ધર્મેન્દ્ર સાથે લગ્ન બાદ 42 વર્ષ વીટી જવા બાદ પણ આજ સુધી હેમા તથા પ્રકાશ કૌરનો આમનો સામનો થયો નથી.
જાણો પ્રકાશ કૌરનું શું કહેવું છે
આ વિષે વાત કરતા હેમાએ એકવાર કહ્યું હતું કે તે નથી ઈચ્છતી કે કોઈને પણ તકલીફ આપે તથા કોઈના પણ પરિવારમાં પરેશાનીઓ ઉત્પન્ન કરે, આ જ કારણ હતું કે તેમણે પ્રકાશ કૌર સાથે ક્યારેય મુલાકાત કરી નથી. હેમામાલિનીએ એ પણ કહ્યું હતું કે તેમની પુત્રીઓ માટે ધર્મેન્દ્રએ જે કઈ પણ કર્યું છે તેને માટે તે ખુશ છે. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રની પહેલી વાઈફ પ્રકાશ કૌરે પણ હેમાને લઈને એક ઇન્ટરવ્યૂમાં પોતાના મનની વાત કહી હતી.
પ્રકાશ કૌરે કહ્યું હતું કે ધર્મેન્દ્ર ભલે એક સારા પતિ ન બની શક્યા પરંતુ તે એક ખૂબ જ સારા પિતા છે તથા પોતાના બાળકોને હંમેશા સમય આપે છે. જયારે, હેમામાલિની પર વાત કરતા તે કહે છે કે હું તેમની જગ્યાએ હોત તો ક્યારેય આવું ન કરત.