બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know what changes will be made in the country from first october

તમારા કામનું / ઈન્કમ ટેક્સ આપનારાઓને નહીં મળે આ યોજનાનો લાભ, ડેબિટકાર્ડથી લઈને મ્યુચુઅલ ફંડમાં થશે આ બદલાવ

Jaydeep Shah

Last Updated: 11:47 AM, 25 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 ઓકટોબરથી દેશમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે. જાણો આ ફેરફારો વિષે

  • 1 ઓકટોબરથી ઈન્કમ ટક્સ ભરનારાઓ નહીં કરી શકે અટલ પેન્શન યોજનામાં રોકાણ 
  • સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં મળતા  વ્યાજમાં થઈ શકે છે વધારો 
  • ટોકનાઇઝેશન સિસ્ટમ પણ લાગુ થશે 

 

1 ઓકટોબરથી દેશમાં ઘણા મોટા બદલાવ થવા જઈ રહ્યા છે, જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે. આવતા મહિનાથી ઈન્કમ ટેક્સ આપવાવાળા અટલ પેન્શન સ્કીમમાં રોકાણ નહીં થઈ શકે. આ ઉપરાંત 1 ઓકટોબરથી કાર્ડ પેમેન્ટ માટે ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ પડશે. આપણે આવા જ 6 બદલાવો વિષે જાણીશું. 

ઈન્કમ ટેક્સ આપવાવાળા અટલ પેન્શન સ્કીમમાં રોકાણ નહીં કરી શકે 
1 ઓકટોબરથી ઈન્કમ ટેક્સ ચૂકવનારા અટલ પેન્શન યોજનાનો લાભ નહીં લઈ શકે. હાલના નિયમ અનુસાર, 18 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરનો કોઈપણ વ્યક્તિ સરકારની આ પેન્શન યોજના સાથે જોડાઈ શકતો હતો, ભલે તે ઈન્કમ ટેક્સ ભરે કે નહીં. આ યોજના હેઠળ દર મહિને 5 હજાર રૂપિયા સુધી માસિક પેન્શન આપવામાં આવે છે. 

ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ થશે 
1 ઑક્ટોબરથી કાર્ડ પેમેન્ટ માટે ટોકનાઇઝેશન સિસ્ટમ જ લાગુ પડશે. આના લાગુ થયા બાદ મર્ચેન્ટ, પેમેન્ટ એગ્રીગેટર અને પેમેન્ટ ગેટ વે ગ્રાહકો ની કાર્ડ સાથે જોડાયેલી જાણકારી કોઈ સ્ટોર નહીં કરી શકે. ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ કરવાનો ઉદ્દેશ્ય ઓનલાઈન બેન્કિંગ ફ્રોડને રોકવાનો છે. ટોકનાઇઝેશન ફરજિયાત નથી, પણ આ એક જ વેબસાઇટ કે એપ દ્વારા વારંવાર ખરીદીને સરળ બનાવે છે. 

મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરનાર લોકોએ નોમિનેશન ડિટેલ આપવી જરૂરી 
1 ઓકટોબર કે ત્યાર બાદ મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરનાર લોકોએ નોમિનેશન ડિટેલ પણ આપવી પડશે. એવું ન કરનાર રોકાણકારોએ ડિક્લેરેશન ભરવું પડશે. ડિક્લેરેશનમાં નૉમિનેશનની સુવિધા ન લેવાની ઘોષણા કરવી પડશે. 

સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં મળતા  વ્યાજમાં થઈ શકે છે વધારો 
RBI ના રેપો રેટ વધાર્યા બાદ દેશના મોટાભાગની બેન્કોએ FD પર મળતા વ્યાજમાં વધારો કર્યો છે. આવામાં હવે પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ જેવી કે PPF, સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળતા વ્યાજના દરોમાં વધારો થઈ શકે છે. 

ડિમેટ અકાઉન્ટને લઈને નિયમોમાં ફેરફાર 
ડીમેટ ખાતા ધારકોએ 30 સપ્ટેમ્બર, 2022 સુધીમાં ટૂ - ફેક્ટર પ્રમાણીકરણ પૂર્ણ કરવું પડશે. તે પછી જ તમે તમારા ડીમેટ એકાઉન્ટમાં લોગિન કરી શકશો. જો તમારે આવું ન કરવું હોય, તો તમે 1 ઓક્ટોબરથી ડીમેટ એકાઉન્ટમાં લોગ-ઈન કરી શકશો નહીં.

ગેસ સિલિન્ડર થઈ શકે છે સસ્તા 
એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવમાં નરમાઈના કારણે આ વખતે સ્થાનિક (14.2 કિગ્રા) અને કોમર્શિયલ (19 કિગ્રા) ગેસ સિલિન્ડર બંનેના ભાવ ઓછા રહેવાની ધારણા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Mutual funds gas cylinder અટલ પેન્શન યોજના INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ