બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know what are the consequences of not filing itr on time

તમારા કામનું / આ મહિનો પતે એ પહેલા કરી લેજો આ કામ, નહીં તો તમારા પોતાના જ રૂપિયા પાછા નહીં મળે

Last Updated: 09:17 AM, 29 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

​​​​​​​​​​​​​​ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 કરવામાં આવી છે. જાણો આ તારીખ સુધીમાં ITR ફાઈલ ન કરવા પર ક્યા પ્રકારની કાર્યવાહી થઇ શકે છે.

  • ITR ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 
  • પહેલા આ તારીખ 31 ડિસેમ્બર હતી 
  • ITR સમયસર ન ભરવા પર થઇ શકે છે દંડ 

ITR ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 

ફાઈનાન્સિયલ યર 2020-21 માટે ઇનકમ ટેક્સ રિટર્નની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી. જો તમે એ છેલ્લી તારીખ પાર કરી ગયા છો, તો ઇનકમ વિભાગે 3 મહિનાનો વધારે સમય આપ્યો હતો. ત્યાર બાદ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 કરવામાં આવી હતી. અત્યારે આ જ તારીખ પપ્રમાણે ચાલવાનું રહેશે. આ ટેક્સ ફાઈલિંગને Belated ITR filing નું નામ આપવામાં આવ્યું છે. આ વખતના બજેટમાં સરકારે આ બાબતે એલાન કર્યું હતું. અમુક દંડ ભર્યા બાદ ટેક્સ રિટર્ન મોડું ફાઈલ થઇ શકે છે. 

ITR સમયસર ન ભરવા પર થઇ શકે છે દંડ 

સરકારે 31 માર્ચ 2022ની તારીખને બીલેટેડ ટેક્સ રિટર્ન ફાઈલિંગની છેલ્લી તારીખ જણાવી છે. નાન્ગીયા ઇન્ડરસન એલએલપીનાં પાર્ટનર નીરજ અગ્રવ આલે કહ્યું હતું કે જો તમે રિટર્ન ફાઈલ કરવાની ડ્યૂ ડેટ મિસ કરો છો, તો તમે સ્વેચ્છાથી આઈટીઆર ફાઈલ કરવાની તક ગુમાવો છો. આવામાં આઈટીઆર માત્ર ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા શરુ કરવામાં આવેલ સ્ક્રૂટનીના મામલામાં ફાઈલ કરી શકાય છે. એટલે કે ત્યારે આઈટીઆર ભરવું તમારા હાથમાં નહી હોય પરંતુ ટેક્સ ડીપાર્ટમેન્ટ પર આધાર રાખશે. 

રિફંડ મળશે કે નહી?
હવે સવાલ છે કે રિફંડનું શું થશે, કેમકે આઈટીઆર ન ભરવા પર રિફંડ કેમ મળશે? જો તમને ટેક્સ રિફંડ મળવાનું છે, તો રિટર્ન ન ભરવાને કારણે રિફંડ નહી મળે. રિટર્નની નોન ફાઈલિંગ ત્યારે માનવામાં આવે છે જયારે એ નક્કી થઇ જાય કે ટેક્સપેયર દ્વારા કમાણી ઓછી બતાવવામાં આવી છે. 

આવી સ્થિતિમાં, ટેક્સ વિભાગ પાસે ઇનકમનું ઓછું રીપોર્ટીંગને કારણે 270A હેઠળ દંડ ફટકારવાનો અધિકાર છે જે ટેક્સપેયર દ્વારા રિટર્ન ન ભરવા પર ટેક્સનાં 50 ટકા બરાબર હશે. ટેક્સ વિભાગ ધારા 276CC હેઠળ કેસ પણ કરી શકાય છે, જેમાં તેને ઓછામાં ઓછી 3 મહિનાથી લઈને 2 વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. આ સાથે જ ટેક્સની જે રકમ ઓછી બતાવવામાં આવી છે, તેના આધારે દંડ પણ ભરવો પડે છે. 

આઈટીઆર દાખલ કરવાની છેલ્લી તારીખ પહેલા 31 જુલાઈ હતી, જેને વધારીને 30 ડીસેમ્બર અને પછી 31 ડિસેમ્બર કરવામાં આવી. આ તારીખ બે વાર વધારવામાં આવી હતી. જો તમે 31 માર્ચ પછી આઈટીઆર દાખલ કરો છો, તો ઇનકમ 5 લાખથી વધારે થવા પર 5,000 રૂપિયાનો દંડ થઇ શકે છે. 5 લાખ રૂપિયાની ઓછામાં ઓછી આવક પર 1,000 રૂપિયાનો દંડ થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News ITR India આઈટીઆર ઇન્ડિયા ITR filing
Jaydeep Shah
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ