બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:29 PM, 28 May 2024
પુણેમાં થયેલા એક્સિડન્ટમાં એક પોર્શ કાર ચાલકે બાઇક સવારને કચડી નાખતા ઘટના સ્થળે જ 2ના મોત થઈ ગયા હતા. જેમાં કારની સ્પીડ 200 KMPHની હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ કેસમાં આરોપી સગીર હોવાથી તેને નિબંધ લખવાની સજા કરી બૈલ આપી છોડી મુકાયો છે. જેથી આ કેસને લઇ લોકોમાં ભયંકર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દો રાજકીય નેતાઓએ પણ ઉઠાવ્યો છે. પરંતુ આ મુદ્દે સવાલ એ પણ ઊઠી રહ્યા છે કે આ કેસમાં વાંક તે સગીર છોકરાનો કે પછી તેને ચાવી આપનાર મા-બાપનો ? અહીંયા આપણે તે મુદ્દો સમજવાનો પ્રયાસ કરીશું.
ADVERTISEMENT
જો તમે તમારું વાહન કોઈને ક્યાંક જવા માટે આપ્યું છે, પરંતુ તે દરમિયાન તમારા વાહનું એક્સિડન્ટ થઈ જાય અને કોઈનું મૃત્યુ થઈ જાય તો આના માટે જવાબદાર કોણ? અનેક માતા પિતા તેમના સગીર બાળકોને વાહન ચલાવવા આપી દેતા હોય છે પરંતુ જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો તો ચેતી જાઓ નહીં તો તમને પણ સજા થઈ શકે છે.
શું કહે છે કાયદો ?
ADVERTISEMENT
મોટર વ્હિકલ એક્ટ મુજબ સગીરને વાહન ચલાવવા આપવું ગુનો છે. જો તમે જાણી જોઈને સગીરને વાહન ચલાવવા આપો છો તો તે ગુનો છે. વાહન ચલાવવા માટે 18 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. જો સગીર વ્યક્તિ વાહન ચલાવતી વખતે એક્સિડન્ટ કરી નાખે અને તેમાં કોઈનું અવસાન થઈ જાય તો આ કેસમાં માતા પિતાને પણ આરોપી માનવામાં આવે છે. જેમાં પેરેન્ટ્સને ત્રણ વર્ષની સજા અને 25 હજારનો દંડ પણ થઈ શકે છે.
મોટર વ્હિકલ એક્ટની કલમ 5 અને 195માં આ માટે જોગવાઈ કરવામાં આવી છે. જેમાં માતા પિતાને સજાની સાથે 1 વર્ષ માટે તે વાહનનું રજીસ્ટ્રેશન પણ કેન્સલ કરી દેવામાં આવે છે. જેથી તમારે પણ આવા કેસમાં ફસાવુ ના હોય તો ક્યારેય તમારા સગીરને વાહન ચલાવવા ન આપવું જોઈએ.
વાંચવા જેવું: રાજકોટ અગ્નિકાંડ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો, R&Bના અભિપ્રાયને પોલીસે અવગણ્યો, ખેલ ક્યાં થયો?
ડ્રાઈવર પુખ્ત હોય તો ?
તમે કોઈ પુખ્તને વાહન ચલાવવા આપો છો તો તેની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. જો તે એક્સિડન્ટ કરે છે તો આ કેસમાં ડ્રાઈવરને જ આરોપી માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.