જો તમે ઓને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તમારા તેનું તમારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ નહીં તો તમારે ભારે વ્યાજ ચૂકવવું પડી શકે છે. અનેક વખત લોકો તેનો ઉપયોગ કેશ ઉપાડવા માટે પણ કરતા હોય છે. પણ આવું કરતા પહેલા તમારે તેને સારી રીતે સમજી લેવું જોઈએ. કેમ કે, કેશ ઉપાડવા માટે પણ ભારે ચાર્જ ચૂકવવો પડે છે.
- ફી અથવા ચાર્જ
ક્રેડિટ કાર્ડ પર વ્યાજ અને ફી વસૂલવામાં આવે છે. પરંતુ ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડવી એ એના કરતાં પણ વધુ મોંઘુ પડે છે. આ લોન પર વસૂલવામાં આવતા ચાર્જ ઘણા ઊંચા હોય છે. આ તે ફી હોય છે જે તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને દર વખતે રોકડ ઉપાડો છો ત્યારે વસૂલવામાં આવે છે. આ રકમ 2.5% થી 3% સુધીની હોય છે, જે ઓછામાં ઓછી ₹250 થી ₹500 સુધીની હોય છે અને બિલિંગ સ્ટેટમેન્ટમાં બતાવવામાં આવે છે. બીજું હોય છે ફાઇનાન્સ ચાર્જ. નિયમિત ક્રેડિટ કાર્ડ વ્યવહારો પર ફાઇનાન્સ ચાર્જ લાગે છે, અને રોકડ ઉપાડ પર પણ ફાઇનાન્સ ચાર્જ લાગે છે. પૈસાના વ્યવહારની તારીખથી ચુકવણી થાય ત્યાં સુધી શુલ્ક વસૂલવામાં આવે છે.
- વ્યાજ
વ્યાજ માસિક ટકાવારી દરે વસૂલવામાં આવે છે, સામાન્ય રીતે દર મહિને 2.5% થી 3.5%. નિયમિત વ્યવહારોથી વિપરીત રોકડ ઉપાડ માટે કોઈ વ્યાજમુક્ત સમયગાળો નથી. વ્યવહારના દિવસથી પૂરેપૂરી ચુકવણી ન થાય ત્યાં સુધી ફી વસૂલવામાં આવે છે. આથી શક્ય તેટલી વહેલી તકે રોકડ એડવાન્સ ચૂકવી દેવી જરૂરી છે.
- એટીએમ ફી
ક્રેડિટ કાર્ડ યુઝર્સ તરીકે તમને સ્થાનના આધારે દર મહિને 5 મફત ATM વ્યવહારોની મંજૂરી આપવામાં આવે છે. પછી તમારી પાસેથી એટીએમ મેન્ટેનન્સ અથવા ઇન્ટરચેન્જ ફી લેવામાં આવે છે. બંને રકમમાં ટેક્સનો સમાવેશ થતો નથી. ફી તમારા ક્રેડિટ કાર્ડમાંથી વસૂલવામાં આવે છે અને તમારા ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ પર દેખાય છે.
- લેટ પેમેન્ટ શુલ્ક
જો તમે સંપૂર્ણ રકમ ચૂકવતા નથી તો બાકી રકમ પર લેટ પેમેન્ટ ફી વસૂલવામાં આવશે અને તે 15% થી 30% સુધીની હોઈ શકે છે. આથી તમારી બેંક દ્વારા લેવામાં આવતી ફીથી વાકેફ રહો અને તે ચૂકવવા યોગ્ય છે કે નહીં તે પણ ધ્યાનમાં લો. લેટ પેમેન્ટ ચાર્જ તમારા ક્રેડિટ સ્કોરને અસર કરી શકે છે.
- કેશ ઉપાડ મર્યાદા
તમે તમારી ક્રેડિટ મર્યાદાના ચોક્કસ ટકા રોકડ તરીકે ઉપાડી શકો છો. અમુક બેંકોમાં તમે રોકડ એડવાન્સ તરીકે ક્રેડિટ મર્યાદાના 40% સુધી ઉપાડી શકો છો.
- ક્રેડિટ સ્કોર
રોકડ એડવાન્સ લેવાથી તમારા ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં પડે, પરંતુ રોકડ ઉપાડ સાથે જોડાયેલી ઊંચી ફી માસિક ચુકવણીમાં વધારો કરે છે. મિનીમમ રકમ ન ચૂકવવાથી તમારા ક્રેડિટ સ્કોર પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આથી તમારા પૈસા સમયસર ચૂકવવાની ખાતરી કરો.
- રિવોર્ડ પોઈન્ટ્સ
અનેક બેંકો ક્રેડિટ કાર્ડ ધારકોને રિવોર્ડ આપે છે. આ ડિસ્કાઉન્ટ ગિફ્ટ અથવા અન્ય ડીલના રૂપમાં હોઈ શકે છે. બેંકો અમુક ચોક્કસ કાર્યક્રમો બનાવે છે જે કાર્ડધારકોને ભોજન, મુસાફરી, ખરીદી વગેરે માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. તમે અન્ય પેમેન્ટ દ્વારા રિવોર્ડ પોઈન્ટ મેળવી શકો છો, જેને ગિફ્ટ વાઉચર્સ, રોકડ ગિફ્ટ, એર માઇલ વગેરે માટે રિડીમ કરી શકાય છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ