બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Know this before using a broom at home, never do such a mistake, otherwise Lakshmiji will be angry!
Megha
Last Updated: 09:42 AM, 28 January 2023
ADVERTISEMENT
ઘરમાં રાખેલી દરેક વસ્તુ પોતાનો પ્રભાવ છોડે છે. તે અસરો સકારાત્મક અથવા નકારાત્મક કંઈપણ હોઈ શકે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય. ઘર સંપત્તિથી ભરપુર રહે પરંતુ ઘણી વખત વ્યક્તિ દરેક વસ્તુનું ધ્યાન રાખવા છતાં ઇચ્છે છે તે પ્રાપ્ત કરી શકતો નથી. આવી સ્થિતિમાં વાસ્તુ દોષ પણ તેનું કારણ છે. જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ.
આપણા હિંદુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને એ સાથે જ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સાવરણીનો અનાદર થાય છે ત્યાં દેવી લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે. એવા ઘરમાં મા લક્ષ્મીની કૃપા ઘરમાંથી ચાલી જાય છે. જણાવી દઈએ કે સાવરણી સાથે જોડાયેલી કેટલીક ભૂલો માત્ર પ્રગતિમાં અવરોધ જ નથી કરતી પણ મુશ્કેલીઓ એ બમણી કરે છે. એવામાં જ્યોતિષ શાસ્ત્રમાં સાવરણી રાખવાથી લઈને તેને કેવી રીતે રાખવી એ સુધીના ખાસ નિયમો આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સાવરણીથી જોડાયેલ આપણી ભૂલો
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરનો કોઈ સભ્ય બહાર નીકળે એ પછી તરત જ સાવરણી ક્યારેય ન લગાવવી જોઈએ. આમ કરવાથી ઘરની બહાર જતી એ વ્યક્તિને પોતાના કામમાં સફળતા મળતી નથી.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાવરણીનું કામ થઈ ગયા પછી તેને એવી જગ્યાએ રાખો જ્યાં તેને અન્ય લોકો જોઈ ન શકે. સાવરણી બધા જુએ તે સારું નથી માનવામાં આવતું, આમ કરવાથી ઓફિસ કે ઘરની સકારાત્મક ઉર્જા દૂર થાય છે. એટલા માટે સાવરણીને ખુલ્લામાં ન રાખવી જોઈએ.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો સાવરણી તૂટી ગઈ હોય તો તેને તરત જ ઘરની બહાર કાઢી નાખવી જોઈએ નહીં તો ઘરમાં વાસ્તુદોષ દેખાય છે. તૂટેલી સાવરણી ઘરમાં રાખવાથી અનેક પ્રકારની આફતો આવે છે અને વ્યક્તિ હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં સાવરણી માર્યા પછી તેને ક્યારેય ઊભી ન રાખવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. સાવરણી ઉભી રાખવાથી ઘરમાં ધનની ઉણપ રહે છે, તેથી તેને હંમેશા જમીન પર જ રાખો. આ સાથે જ ઘરની પશ્ચિમ દિશામાં સાવરણી રાખવી શુભ માનવામાં આવે છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાંજે ઘર અથવા ઓફિસમાં સાવરણી ન મારવી જોઈએ. કહેવાય છે કે એમ કરવાથી સકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે અને સુખ-સમૃદ્ધિમાં ઘટાડો થાય છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાવરણી લગાવ્યા પછી તેને એવી રીતે નીચે રાખો કે તેના પર કોઈનો પગ ન પડે. સાવરણી પર પગ મૂકવો એ લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે અને આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે.
- જો તમે જૂની સાવરણી બદલવા માંગતા હોવ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવસનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાં નવી સાવરણી લાવવા માટે હંમેશા શનિવાર પસંદ કરો. જણાવી દઈએ કે શનિવારે નવી સાવરણીનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ છે અને તેનાથી ઘરમાં લક્ષ્મી આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.