બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:51 PM, 23 July 2022
ADVERTISEMENT
ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે નજીક આવી રહી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આ વખતે તારીખ વધારવામાં આવશે નહીં. આવકવેરા વિભાગ સતત લોકોને ડેડલાઇનની રાહ ન જોવાનું અને વિલંબ કર્યા વિના ઝડપથી આઇટીઆર ફાઇલ કરવા માટે કહી રહ્યું છે. આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ 2022 છે. જો સરકાર ડેડલાઈન નહીં લંબાવે તો કહ્યું છે તેમ તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે.
ITR ભરો સરળતાથી
આઇટીઆર ભરવું એ હાલના સમયમાં એકદમ સરળ બની ગયું છે. જો તમારી પાસે તમામ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ છે તો તમને ITR ફાઈલ કરવામાં 15 મિનિટનો સમય લાગશે. તમે કુલ 4 પોઇન્ટનું ધ્યાન રાખીને સરળતાથી તમારું આઇટીઆર ફાઇલ કરી શકો છો.
ADVERTISEMENT
ફોર્મ 16 કે 16A મેળવો
નોકરીયાત લોકો, જેમને પગાર મળે છે, તેઓએ પહેલા તેમની સંસ્થામાંથી ફોર્મ 16 અથવા 16A મેળવવું જોઈએ. આમાં તમને તમારી સેલેરી સાથે જોડાયેલી તમામ જાણકારીઓ જેવી કે બેઝિક સેલરી, એચઆરએ અને અન્ય ભથ્થા મળશે. તેમાંથી ઘણાને ટેક્સમાં છૂટ પણ મળે છે. જો તમારી ગ્રોસ કુલ આવક 2.5 લાખ રૂપિયા છે, તો તમારે આઇટીઆર ફાઇલ કરવાની જરૂર છે. સાથે જ વરિષ્ઠ નાગરિકોએ 3 લાખ રૂપિયાની આવક પર આઇટીઆર ફાઇલ કરવાનું રહેશે અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોએ 5 લાખ રૂપિયાની આવક પર આઇટીઆર ફાઇલ કરવાનું રહેશે. જો તમારી પાસે ચાલુ ખાતામાં એક કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની ડિપોઝિટ છે. જો તમે વિદેશ યાત્રા પર બે લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હોય અથવા તમે એક વર્ષમાં એક લાખ રૂપિયાથી વધુ વીજળીનું બિલ ભર્યું હોય તો તમારે આઇટીઆર ફાઇલ કરવું જરૂરી છે.
26ASમાં ટીડીએસની વિગતો ચકાસો
જો તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા જઇ રહ્યા છો તો તમારા ડોક્યુમેન્ટ ચેક કરો. આવો જ એક દસ્તાવેજ ફોર્મ 26AS છે. તેમાં કોન્સોલિડેટેડ ટેક્સ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. તેમાં ટેક્સપેયર્સની આવકમાંથી કપાયેલા ટેક્સની સંપૂર્ણ જાણકારી હોય છે. તમને ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS), ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS), રેગ્યુલર ટેક્સ, રિફંડ જેવી માહિતી મળશે. જો કે, ધ્યાનમાં રાખો કે ઘણી વખત 26AS ફોર્મમાં આપવામાં આવેલી માહિતી પણ ખોટી હોય છે. તેથી તેને તરત જ સુધારી લો.
AISમાં આવક અને ટી.ડી.એસ.
એકવાર તમે તમારા 26AS માં ટીડીએસ, ટીસીએસ ચેક કરી લો, પછી વાર્ષિક માહિતી નિવેદન (AIS)ને મિક્સ કરો. તેમાં તમામ બચત ખાતાની વિગતો હોય છે. આ કારણે તમે જાણી શકશો કે બચત ખાતામાં જમા રકમ અનુસાર આઇટીર ફાઇલ કરવાની જરૂર છે કે નહીં.
કેપિટલ ગેઇન સ્ટેટમેન્ટ
જો તમે સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય તો તમારે બ્રોકર અને મ્યુચ્યુઅલ ફંડ તરફથી કેપિટલ ગેઇનનુ સ્ટેટમેન્ટ મેળવવું જોઇએ. જો તમે કોઈ પ્રોપર્ટી વેચીને ટેક્સ બચાવવા માટે ક્યાંક રોકાણ કર્યું હોય તો તમારે તેની જાણકારી આપવી પડશે. સરકારે 2022ના બજેટમાં ક્રિપ્ટો પર 30 ટકા ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. જો કે, આ આગામી આકારણી વર્ષ 2022-23 (AY23) થી અમલમાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.