બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Know these tips before using sunscreen from skin expert

બ્યૂટી ટીપ્સ / Sunscreen લગાવતા પહેલા જાણો આ જરૂરી વાત

vtvAdmin

Last Updated: 03:55 PM, 8 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનસ્ક્રીન ત્વચા માટે કેટલું જરૂરી છે ? કઇ સનસ્ક્રીન રહેશે યોગ્ય? જેમનો રંગ શ્યામ છે શું તેને સનસ્ક્રીનની જરૂર છે કે નહીં, આવા તો ઘણા સવાલો છે જે સનસ્ક્રીનના ઉપયોગને લઇને મનમાં ઉઠે છે. અહીં જાણીએ કોણે તેનો ઉપયોગ કરવો જોઇએ, અને કેવી રીતે.

સનસ્ક્રીનનો ફાયદો

અમેરિકન કેન્સર સોસાયટીએ સલાહ આપી છે કે ત્વચાના કેન્સરથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ જરૂર કરવો જોઇએ. 2013માં ઓસ્ટ્રેલિયામાં થયેલી શોધ અનુસાર, સનસ્ક્રીન કરચલીઓ પડવી અને ત્વચાને ઢીલી પડવાથી બચાવે છે.  ત્યાં સ્થિત એનવાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી અનુસાર, ઉંમર વધવાની સાથે ત્વચામાં જે બદલાવ આવે છે. તેમાથી 90 ટકાનું કારણ ઉંમર દરમિયાન અલ્ટ્રાવાયલેટ (UV) કિરણોનું એક્સપોઝર છે. નિયમિત સનસ્ક્રીન લગાવવાથી ન માત્ર ત્વચા સ્વસ્થ રહે છે. પરંતુ ત્વચાની ઘણી સમસ્યાઓ સામે રક્ષણ મળે છે. ત્વચા સ્વસ્થ રાખનારા પ્રોટીનની જાળવણી થાય છે. સનબર્ન નથી થતું. ત્વચાના કેન્સરનો ખતરો ઓછો થઇ જાય છે. સાથે જ કરચલીઓ પડવાથી બચી શકાય છે.

શું હોય છે SPF

SPF એ અલ્ટ્રાવાયલટ કિરણોથી સનસ્ક્રીન દ્વારા ઉપલબ્ધ સુરક્ષા માપદંડ છે. ત્વચા રોગ એક્સપર્ટ અનુસાર, SPF 15 અથવા SPF 20 લગાવવાની સલાહ આપે છે. SPF 15, 93 ટકા UVB ને ફિલ્ટર કરે છે. જ્યારે SPF 30 તેનાથી થોડી વધારે 97 ટકા UVBને ફિલ્ટર કરે છે. બજારમાં એવી કોઇ સનસ્ક્રીન નથી. જે હાનિકારક યૂવી કિરણોથી 100 ટકા સુરક્ષા આપતી હોય છે. જે લોકોને પસિનો વધારે આવે છે. એમણે વોટર પ્રુફ અથવા સ્વેટ પ્રુફ સનસ્ક્રીન લગાવવી જોઇએ. 

સનસ્ક્રીનને લઇને આ પણ જાણો

મોટાભાગના લોકો માટે SPF 15 વાળી સનસ્ક્રીન પુરતી છે. જે લોકોનો રંગ ખુબ જ હલ્કો છે. ઉપરાંત ત્વચા સંબંધિત કેન્સર તથા અન્ય રોગોનો કોઇ વારસાગત રોગ પ્રત્યે ત્વચા વધારે પડતી સંવેદનશીલ છે, એમણે SPF 30 અથવા તેનાથી વધારે વાળી સનસ્ક્રીન લગાવવી જોઇએ. સનસ્ક્રીન તમામ રંગની ત્વચા જેમા હલ્કી ગૌર વર્ણ હોય કે અતિ સંવેદનશીલ હોય અથવા ખુબજ શ્યામ રંગ હોય, તમામે ઉપયોગ કરવી જોઇએ.

અલ્ટ્રાવાયલેટ કિરણો આપણી ત્વચાના અંદર સુધી પ્રવેશ કરી જતી હોય છે. અને કોશિકાઓના ડીએનએને ક્ષતિગ્રસ્ત કરી શકે છે. જેના કારણે ત્વચાનું કેન્સરનો ખતરો વધી જાય છે. તેથી તડકામાં સનબર્ન અને ત્વચા કાળી પડવાની સમસ્યાનો સામનો કરવા માટે સનસ્ક્રીન જરૂર લગાવવી જોઇએ.

 ઉપયોગ કેવી રીતે કરવો

સનસ્ક્રીનને તડકામાં બહાર નીકળવાની 15થી 30 મિનિટ પહેલા લગાવવું જોઇએ. યોગ્ય માત્રામાં ચહેરા, શરીરના બાકીના ભાગોમાં પણ લગાવવી જોઇએ. દર બે કલાક બાદ સનસ્ક્રીન લગાવવું જોઇએ. હંમેશા સારા બ્રાન્ડની સનસ્ક્રીનનો જ ઉપયોગ કરવો જોઇએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ