બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પેટમાં બની રહ્યો ભયંકર ગેસ તો તાત્કાલિક દબાવો 3 પોઈન્ટ, મિનિટોમાં મળશે આરામ
Last Updated: 01:04 PM, 14 January 2025
આપણું સ્વાસ્થ્ય જો વધારે પડતું ખરાબ થતું હોય તો તેનું મુખ્ય કારણ બહારનું ખાવાનું અને ખરાબ જીવનશૈલી હોઇ શકે છે. એવામાં આની સીધી અસર આપણા પેટ પર થાય છે અને ગેસ જેવી સમસ્યા ઊભી થાય છે. બીજું કે, મોટાભાગના લોકો ગેસની આ સમસ્યાથી હેરાન થતાં હોય છે.
ADVERTISEMENT
જો તમે પણ આ સમસ્યાથી રાહત મેળવવા માંગો છો, તો તમારે 3 એક્યુપ્રેશર પોઈન્ટ્સ પર કામ કરવું પડશે. આ એક્યુપ્રેશરની ટેકનિકથી તમને કુદરતી ગેસથી રાહત મળશે. તો ચાલો જાણીએ, કયા 3 એક્યુપ્રેશર પોઈન્ટ્સ પર ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT
SP6 પોઈન્ટ પર મસાજ
એક્યુપ્રેશર પોઈન્ટ SP6 પર માલિશ કરવાથી ગેસ અને તેના દુખાવાથી તરત જ રાહત મળી શકે છે. આ પોઈન્ટ તમારા પગના ઘૂંટણની ઉપર લગભગ ત્રણ ઇંચ ઉપર જોવા મળે છે. તે પેટના નીચેના ભાગ અને નર્વસ સિસ્ટમને અસર કરે છે. જ્યારે ગેસ જેવી સમસ્યા થાય ત્યારે આ પોઈન્ટ પર બે આંગળીઓ મૂકો અને હવે એકદમ હલકા દબાણથી બે-ત્રણ મિનિટ સુધી મસાજ કરો. આનાથી તમારા પેટમાંથી ગેસ નીકળશે અને ગેસને લગતી તમામ સમસ્યાઓથી રાહત મળશે.
વધુ વાંચો: વધારે ટેન્શન લેનારા લોકો ચેતજો! માનસિક તણાવ બની શકે ડાયાબિટીસનું કારણ
CV12 પોઇન્ટ પર મસાજ
ગેસ સંબંધિત સમસ્યાથી રાહત મેળવવા માટે તમે CV12 પોઇન્ટ પણ દબાવી શકો છો. આ પોઇન્ટ તમારી ડૂંટીની ચાર ઇંચ ઉપર આવેલ હોય છે. આ પોઇન્ટ પર દબાણ કરવાથી પેટ, મૂત્રાશય અને પિત્તાશય પર અસર થાય છે. આંગળીઓની મદદથી, આ પોઇન્ટ પર ગોળ આકારમાં હળવા હાથે મસાજ કરો. આનાથી તમને ગેસના દુખાવામાં ઘણી રાહત મળી શકે છે.
CV6 પોઇન્ટ પર મસાજ
પેટમાં ગેસ થાય અને દુખાવો થાય તો તમે CV6 પોઇન્ટની માલિશ પણ કરી શકો છો. તે ડૂંટીની દોઢ ઈંચ નીચે હોય છે. આ પોઈન્ટ પર હલકા હાથે બેથી ત્રણ આંગળીઓ વળે માલિશ કરો. બે થી ત્રણ મિનિટ આમ કરવાથી તમારા પેટમાં બનેલો ગેસ બહાર નીકળી જશે અને તેનાથી તમને રાહત મળશે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.