બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / IT રિટર્ન ભરતા પહેલાં જાણી લેજો આ નવા નિયમો, નહીંતર રિફન્ડ અટવાઇ પડશે
Last Updated: 02:11 PM, 19 June 2024
નાણાકીય વર્ષ 2024 માટે આવકવેરા રિટર્ન (ITR) 31 જુલાઈ સુધીમાં ભરવાનું છે. તેવામાં જો તમે અત્યાર સુધી ITR ફાઈલ નથી કર્યું, તો બને એટલું જલ્દી ભરી દો. સાથે જ જાણી લો કે આ વર્ષમાં ટેક્સ સંબંધિત નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે અને ITR ફાઈલ કરવા જઈ રહ્યા છો, તો બદલાયેલા ટેક્સ નિયમો ખાસ જાણી લેજો, નહીં તો તમારું ટેક્સ રિફંડ આવવામાં સમસ્યા આવી શકે છે.
ADVERTISEMENT
ટેક્સ સ્લેબ અને ટેક્સ રેટમાં ફેરફાર
ADVERTISEMENT
2024 માં કેન્દ્ર સરકારે વૈકલ્પિક નવા ટેક્સ સિસ્ટમ હેઠળ નવા ટેક્સ સ્લેબ જારી કર્યા છે, જેમાં તમે કોઈપણ છૂટ અને ડિડક્શન વિના નીચા ટેક્સ દરો ઓફર કરી શકો છો. જો તમે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો, તો તમે તેમાં વિવિધ ડિડક્શન અને છૂટ મળશે. જો કે નવી કર વ્યવસ્થા ટેક્સ ભરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે પણ તેનો એક ગેરલાભ એ પણ છે કે મોટાભાગની મળતી છૂટ દૂર કરવામાં આવી છે. હવે તમે ગણતરી કરી શકો છો અને નક્કી કરી શકો છો કે નવી ટેક્સ સિસ્ટમ તમારા માટે સારી છે કે જૂની ટેક્સ સિસ્ટમ વધુ સારી છે.
ADVERTISEMENT
હોમ લોનના વ્યાજ પર છૂટ
જો કોઈ વ્યક્તિ પહેલીવાર ઘર ખરીદે છે, તો તમને સેક્શન 80EEA હેઠળ લીધેલી હોમ લોન પર વ્યાજ માટે 1.5 લાખ રૂપિયાની વધારાની કપાત આપવામાં આવશે. આવું કરવા પાછળનું કારણ નવી હોમ લોન સાથે કરદાતાઓને રાહત આપવાનું છે.
ADVERTISEMENT
સ્ટાન્ડર્ડ ડિડક્શન
નિવૃત્તિ પછી પેન્શન મેળવનારાઓ માટે 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન રજૂ કરવામાં આવ્યું છે. આ પેન્શન પગાર પર લાગુ થાય છે, જે પેન્શનરોને રાહત આપી શકે છે.
ADVERTISEMENT
80C અને 80Dની લિમિટમાં ફેરફાર
ADVERTISEMENT
PPF, NSC અને જીવન વીમા પ્રીમિયમમાં રોકાણ કરીને 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની છૂટ મળે છે. 80D હેઠળ, મેડિક્લેમ એટલે કે સ્વાસ્થ્ય વીમા માટે છૂટ મળે છે.
ITR-1 ફોર્મમાં ફેરફાર
ITR-1 ફોર્મ ભરનારાઓએ હવે તેમની પસંદગીની ટેક્સ સિસ્ટમ પસંદ કરવી પડશે. ફાયનાન્સ એક્ટ 2023 દ્વારા સેક્શન 115BAC માં કરાયેલા સુધારાને પગલે, નવી ટેક્સ સિસ્ટમ હવે ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ તરીકે નિર્ધારિત કરવામાં આવી છે. જો તમે જૂની ટેક્સ વ્યવસ્થાનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમારે કલમ 115BAC(6)માંથી બહાર નીકળીને ઓપ્શન પસંદ કરવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.