Saturday, August 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

લાભ / કાળી ગાયને ઘાસ ખવડાવવાથી મળે છે આટલા ફાયદા, જાણીને તમે પણ ચોંકી જશો

કાળી ગાયને ઘાસ ખવડાવવાથી મળે છે આટલા ફાયદા, જાણીને તમે પણ ચોંકી જશો

ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ ગાયની સેવા પોતાના હાથે કરતા હતા અને તેમના નિવાસને ગૌલોક જણાવવામાં આવ્યુ છે. 

દરેક ધર્મમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે. શાસ્ત્રોઅનુસાર, ગાયને કામધેનૂના રૂપમાં તમામ ઇચ્છા પૂરી કરનારા દર્શાવવામાં આવી છે. જો તમે પણ ગાયની સેવા કરો છો તો તમામ પાપો નાશ થઇ જાય છે. કાળી ગાયને તમે ઘાસ ખવડાવો છો તો તમને અનેક ફાયદા થશે... 

- શાસ્ત્રો અનુસાર, જો તમે કાળી ગાયના મૂત્રને સ્નાન કરવા પાણીમાં નાંખો છો તો તમે ત્રણ વર્ષ સુધી કરનારા પાપોનો અંત આવે છે  અને સાથે એવુ પણ કહેવામાં આવ્યુ છે કે, જે ઘરમાં કાળી ગાય હોય છે ત્યાં હંમેશા સુખ-શાંતિનો વાસ હોય છે.  

- જો તમે કાળી ગાયને ઘાસ ખવડાવો છો તો 30 દિવસમાં થયેલા પાપ નષ્ટ થાય છે. જે રીતે મનુષ્ય તીર્થ સ્નાન કરી દાન-પુણ્યનું કામ કરે છે તેવુ જ પુણ્ય કાળી ગાયને ઘાસ ખવડાવીને પણ મેળવી જ શકો છો.

- પ્રાત સવારે કાળીને ગાયની ભક્તિપૂર્વક પરિક્રમા કરવાથી પૃથ્વી સમાનનું ફળ માનવામાં આવે છે. ગાયના શરીરમાં 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે, તેની પૂજા કરવાથી દેવી-દેવતાઓને આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. 

- જો તમે પંચગવ્યથી સ્નાન કરો છો તો તેમને ગંગા સહિત તમામ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. ગાયના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને છાણના મિશ્રણ પંચગવ્ય કહેવામાં આવે છે.

- જો તમે દરરોજ ભોજન પહેલા કાળી ગાયને ઘાસ આપો છો તો તમામ પાપ નષ્ટ થઇ જાય છે અને તમામ પ્રકારના ગ્રહ દોષથી મુક્તિ મળી શકે છે.

- ગાયનને દરરોજ હાથ ફેરવવાથી અનેક બિમારીઓ દૂર થાય છે. આ સાથે જ ગાયની ખરીથી ઉડતી ધૂળને શરીર પર લગાવી લાભકારી માનવામાં આવે છે, જેને લગાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ