બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know these 5 phone tips and tricks to save battery from draining

tips / તમારા મોબાઈલ ફોનની બેટરી વારંવાર ઉતરી જતી હોય તો આ 5 કામ કરી લો, ક્યારેય નહીં થાય આવો પ્રોબ્લેમ

Noor

Last Updated: 10:51 AM, 9 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા એક દાયકામાં સ્માર્ટફોનમાં પ્રોસેસર, બેટરીથી લઈને સ્ક્રીનમાં ઘણાં સારાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમ છતાં ઘણાં લોકોના ફોનની બેટરી વારંવાર ઉતરી જાય છે. તો આજે આ જ સમસ્યાને દૂર કરવા જાણો 5 ટિપ્સ.

  • મોબાઈલ ફોન ધારકો માટે કામની ટિપ્સ
  • વારંવાર બેટરી ઉતરી જાય તો કરો આ કામ
  • લાંબો સમય સુધી બેટરી ઉતરશે નહીં

ઘણાં લોકો સાથે એવું થાય છે કે નવો ફોન હોવા છતાં વારંવાર ચાર્જ કરવો પડે છે. જેથી આજે અમે તમને એવી ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમારી આ સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે. 

ફોનની સ્ક્રીનની બ્રાઈટનેસ કંટ્રોલમાં રાખો

એન્ડ્રોઈડ ફોનમાં બ્રાઈટનેસને કારણે બેટરી ઓછી થઈ જાય છે. જેનાથી બચવા માટે હમેશાં ફોનની બ્રાઈટનેસને ઓટો મોડ પર રાખો અને પછી તેનો ઉપયોગ કરો. આનાથી આંખો પર પણ ખરાબ અસર નહીં થાય. 

ફોનમાં Battery Optimization ચાલુ રાખો

એન્ડ્રોઈડ માર્શમેલો (6.0) ગૂગલ ઓપરેટિંગ સિસ્ટમ પર બેટરી લાઈફને સારી બનાવવા કામ ચાલી રહ્યું છે. એવામાં બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી એપ્સને બ્લોક કરી દેવામાં આવે છે. જો તમે બેટરી લાઈફ વધારવા માંગો છો તો Battery Optimizationને ચાલુ કરી દો. 

સ્ક્રીન ટાઈમઆઉટને ઓછું કરો

મોટાભાગના સ્માર્ટફોન્સની સ્ક્રીન ઉપયોગમાં ન હોય ત્યારે પણ એક અથવા બે મિનિટ પછી બંધ થાય છે. પરંતુ જો તમે ઇચ્છો તો ફોનની સેટિંગ્સમાં જઈને ફોનને લોક કરવાનો સમય ઘટાડી શકો છો. આ કરીને તમે ફોનની બેટરી બચાવી શકશો.

સ્માર્ટફોનમાંથી Unused એકાઉન્ટ ડિલીટ કરો

જો તમે તમારા સ્માર્ટફોન પર ઘણાં એકાઉન્ટ્સ સાથે સાઇન ઇન છો તો તમારી બેટરી ઝડપથી ડ્રેન થઈ જશે. કારણ કે દરેક એકાઉન્ટ કોન્ટેક્ટ, ઇમેલ્સ, ફોટા અને અન્ય મીડિયાને સિંક કરે છે. બિનજરૂરી એકાઉન્ટ્સને દૂર કરવાથી ડેટા ઓછો ખર્ચ થશે. જો તમે આ એકાઉન્ટ્સ દૂર નથી કરવા માંગતા તો સેટિંગમાં જઈને ઓટો સિંકને બંધ કરી દો. 

બેટરી સેવર એપ્સનો ઉપયોગ ન કરો

પ્લે સ્ટોર પર ઘણાં ડેવલપર્સ નકલી એપ્લિકેશનો ઓફર કરે છે જે દાવો કરે છે કે આ એપ્લિકેશન તમારી બેટરી બચાવે છે પરંતુ હકીકતમાં એવું નથી. જેથી તમારા ફોનમાં આવી એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળો.

સંકળાયેલા મુદ્દાઓ

Save Battery phone tips tricks tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ