બ્રેકિંગ ન્યુઝ
VTV / Know the Wrong Food Combinations With Curd As Per Ayurveda
Noor
Last Updated: 04:52 PM, 19 November 2020
ADVERTISEMENT
દહીં હેલ્થ માટે અત્યંત લાભકારી છે કારણ કે તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા, કેલ્શિયમ અને લેક્ટિક એસિડ હોય છે. જો તમે યોગ્ય રીતે દહીં ખાઓ તો ડાઈજેશન સુધારવા માટે તે બેસ્ટ છે.
દહીંની સાથે ડુંગળી
ADVERTISEMENT
દહીંની સાથે ભૂલથી પણ ડુંગળી ન ખાવી જોઈએ. નહીં તો તેનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે અને હેલ્થને પણ નુકસાન થઈ શકે છે. દહીં સાથે અથવા દહીં ખાધા બાદ ડુંગળી ખાવાથી દાદર, એક્ઝિમા, ખુજલી, સોરાયસિસ જેવી સ્કિન સંબંધી સમસ્યાઓ અને પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
દહીં ખાધા બાદ ક્યારેય દૂધ ન પીવું
દૂધ અને દહીં બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાંથી બોડીને પ્રોટીન સહિત ઘણાં ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. પણ દહીં ખાધા બાદ દૂધ ન પીવું જોઈએ નહીં તો તે નુકસાન કરી શકે છે. દહીં ખાધા પહેલાં કે પછી ક્યારેય દૂધ ન પીવું નહીં તો સ્કિન ખરાબ થઈ શકે છે અને સ્કિનની સમસ્યાઓ થઈ શકે છે.
દહીં સાથે અથવા પછી ફિશ ન ખાવી
દહીંની તાસીર ઠંડી હોય છે. જેથી દહીં સાથે ભૂલથી પણ ગરમ વસ્તુઓ ન ખાવી જોઈએ. દહીંની સાથે ફિશ અને અડદની દાળ પણ ન ખાવી જોઈએ. નહીં પેટ સંબંધી ઘણી સમસ્યાઓ વધી શકે છે. ફિશ ખાધા બાદ ક્યારેય દહીં કે તેમાંથી બનેલી વસ્તુઓ ન ખાવી, નહીં તો સ્કિન પર સફેદ ડાઘ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.