જાણો કુરુક્ષેત્રની રણભૂમિ પર બેભાન પડેલા દુર્યોધનના ત્રણ સવાલોનું રહસ્ય

By : vishal 10:10 AM, 12 June 2018 | Updated : 10:10 AM, 12 June 2018
આપણે જયારે જીવનમાં હરિ જઇયે છીએ ત્યારે હંમેશા મનમાં વિચાર આવે છે કે એવી શું ભૂલ થઈ હશે કે કાર્યમાં નિષ્ફળતા મળી હશે. તેવા સમયે તમારા મનમાં નેગેટિવ વિચારો આવે છે. મહાભારતમાં પણ આવો જ એક પ્રસંગ છે. 

કુરુક્ષેત્રની રણભૂમિ પર બેભાન અવસ્થામાં દુર્યોધન પડ્યો હતો. ભીમના વારથી દુર્યોધનને ગંભીર ઈજાઓ થઈ હતી. ભૂમિ પર બેભાન અવસ્થામાં પડેલા દુર્યોધને ત્રણ આંગળીઓ હવામાં ફેંકી હતી અને શ્રીકૃષ્ણ તરફ જોયુ હતુ. શ્રીકૃષ્ણ સમજી ગયા હતા દુર્યોધનની સ્થિતિ જોઈને કે, તેના મનમાં શું પ્રશ્નો થઈ રહ્યા છે.જમીન પર પડતાની સાથે દુર્યોધનને ખબર પડી ગઈ હતી કે, તે પરાજિત થઈ ગયો છે અને હવે તેની જીત માટેની કોઈ સંભાવના નથી. દુર્યોધનના મનમાં વાંરવાર આ ત્રણ સવાલો ઉઠી રહ્યા હતા. - ગુરુ દ્રોણ પછી અશ્વથામાને સેનાપતિ બનાવવાની જરૂર હતી. ખોટી રણનીતિના કારણે મહાભારતનું યુદ્ધમાં તેનો પરાજય થયો હતો - વિદુરને યુદ્ધમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવાની જરૂર હતી. 

જેનાથી કૌરવનો પક્ષ મજબૂત થઈ શક્યો હોત - હસ્તિનાપુરના આજુ-બાજુ કિલ્લો બનાવવો જોઈતો હતો. જો આ ત્રણ વાતો પર વિચાર કરવામાં આવે તો મહાભારતમાં કૌરવોની હાર ક્યારેય ન થઈ હોત. આ સવાલનો જવાબ આપતા શ્રીકૃષ્ણે કહ્યું કે, કોઈ પણ સ્થિતિમાં તારી હાર નક્કી છે, કેમ કે તે અન્યાય કર્યો છે. 

જો તે  કિલ્લો હસ્તિનાપુરની પાસે બનાવ્યો હોત તો નકુલ પોતાના દિવ્ય ઘોડા પછી તેને તોડી નાંખત. અશ્વથામાને સેનાપતિ બનાવ્યો હોત તો યુધિષ્ઠિરને એટલો ગુસ્સો આવત કે તે સમગ્ર સેનાને એક જ વખતમાં નષ્ટ કરી નાખત. વિદુર રણભૂમિમાં જો કૌરવની તરફથી યુદ્ધ કર્યું હોત તો શ્રીકૃષ્ણ જાતે પાંડવોની તરફથી યુદ્ધ કરતા.Recent Story

Popular Story