બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / know the real truth about instagram fundraisers

તમારા કામનું / જે પોસ્ટ પર આખું INSTAGRAM ગાંડુ થયું તેના પર વિશ્વાસ ન કરતા, સત્ય જાણી ચોંકી જશો

Khevna

Last Updated: 01:22 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્સ્ટાગ્રામ પર તમે ઘણી રિપોસ્ટ જોતા હશો, જેમાં કહેવામાં આવ્યું હોય છે કે રિપોસ્ટથી 0.01 ડોલર મળે છે, જેનો ઉપયોગ હાથીની સુરક્ષા માટે કરવામાં આવે છે. જાણો આ કેટલું સાચું છે.

  • ઇન્સ્ટાગ્રામમાં તમે ઘણી બધી સેવ ધ એલિફન્ટ માટે ફંડરેઝરની પોસ્ટ જોઈ હશે
  • આ સંસ્થા ખુદ કહે છે કે હાલમાં તેઓ આ પ્રકારનું કોઈ કેમ્પેન નથી ચલાવી રહ્યા
  • માટે આવી કોઈપણ પોસ્ટને રિપોસ્ટ કરવાથી બચવું જોઈએ  

તમારા મિત્રો, તમારા સંબંધીઓ દરેકની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તમને કદાચ એક રિપોસ્ટ જોવા મળતી હશે અને એ છે સેવ ધ એલિફન્ટ્સ, જેમાં કહેવામાં આવ્યું છે કે એક રિપોસ્ટ પર 0.01 ડોલર મળે છે જે હાથીઓ માટે ડોનેટ કરવાની વાત છે. શું આ ફંડ રેઝર પાછળની સ્ટોરી સાચી છે કે ખોટી, એ તમામ વિગતો તમને અહીં આજે અહીં મળશે. 

ઇન્સ્ટાગ્રામનું ફંડ રેઝર ફીચર ઈન્ડિયામાં છે જ નહીં

તો તમે બધાએ કદાચ આ સ્ટોરી જોઈ હશે કે જેમાં એક હાથી તથા તેનું બચ્ચું બતાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તમે ડોનેટ કરો અથવા તમે રિપોસ્ટ કરો, જેથી 0.01 ડોલર મળે છે અને તેનો ઉપયોગ હાથીની સુરક્ષા માટે કરવામાં આવશે. સૌથી પહેલા તો ઇન્સ્ટાગ્રામનું ફંડ રેઝર ફીચર ઈન્ડિયામાં છે જ નહીં, તેની ઓફિશિયલ વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયામાં આ ફીચર નથી, એટલા માટે તમે ડોનેટ કરી જ ન શકો. એટલે તમે ડોનેટ કરવાની જેટલી પણ કોશિશ કરશો, તમે નહીં કરી શકો. બીજી જાહેરાત એ કરવામાં આવી છે કે તમે રિપોસ્ટ કરશો, તો 0.01 ડોલર મળશે જે અમે ડોનેટ કરીશું, પણ આ બાબતનું પ્રૂફ શું છે કે ડોનેટ થયા છે કે નહીં? કેમકે તેમાં તો કોઈ જ અપડેટ જોવા મળી નથી. આ વિશે આપણને કોઈપણ જાણકારી મળતી નથી. 

જાણો આ સંસ્થા વિશે 

સેવ ધ એલિફન્ટ એક યૂકે રજિસ્ટર્ડ કંપની છે, જેનું હેડક્વાર્ટર કેન્યામાં છે. પણ વાત આવે છે પેટકોપેટ્સની. પેટકોપેટ્સ જેવી  જ પેટકો અર્થ વગેરે એવી ઘણી બધી સંસ્થાઓ ચાલે છે તથા તેના ઇન્સ્ટાગ્રામ પેજ પણ ચાલે છે. હવે આ ઇન્સ્ટાગ્રામ પેજ માત્ર હાથીઓ માટે જ નહીં પણ સેવ ધ ટર્કી, સેવ ધ યુક્રેન વગેરે જેવી ઘણી સ્ટોરીઓ તમને જોવા મળશે. એક વેબસાઇટ પરથી જાણવા મળ્યું કે આ જે પેટકોપેટ્સ કરીને સંસ્થા ચાલે છે, તેની કોઈ લાયાબિલિટી નથી. આ પાછળ શું ડોનેશન થાય છે, ક્યાંથી થાય છે, તે કોઈ જાણકારી મળતી નથી. એટલા માટે અમુક વેબસાઈટો એવું ક્લેમ કરી રહી છે કે આ જે પેટકો પેટ્સ સંસ્થા છે કે તેની સાથે સંલગ્ન સંસ્થાઓ છે, તેઓ માર્કેટિંગ માટે કદાચ આમ કરી રહ્યા છે. 

શું કરવું જોઈએ?
આ ફંડરેઝરની પોસ્ટને લઈને જ્યાં સુધી આપણી પાસે પૂરતી ઇન્ફોર્મેશન ન હોય, ત્યાં સુધી તેની પોસ્ટને રિપોસ્ટ કરવાથી બચવું જોઈએ. VTVની ટીમે આ સેવ ધ એલિફન્ટ નામની સંસ્થાને મેલ પણ કર્યો કે આ જે ફંડરેઝર તેમના દ્વારા ચલાવવામાં આવે છે, એ લીગલ છે કે નહીં ત્યારે તેમની મીડિયા ટીમ દ્વારા જવાબ આપવામાં આવ્યો અત્યારે આ પ્રકારનું કોઈ કેમ્પેન ચલાવવામાં નથી આવી રહ્યું. પરંતુ ભૂતકાળમાં પેટકોપેટ્સ દ્વારા આવા કેમ્પેન ચલાવાયા હતા, પરંતુ તેમાં કોઈપણ પ્રકારની પારદર્શિતા ન હતી કે જે લોકોએ પૈસા ડોનેટ કર્યા છે એ ચેરિટિમાં વપરાયા છે કે નહીં. એમણે પણ આ સંપૂર્ણ રીતે રિજેક્ટ કર્યું છે. એટલા માટે તમે આ પોસ્ટને રિશેર કરવાથી ચેતજો કેમકે સંસ્થાએ ખુદ આ સ્વીકાર્યું છે કે અત્યારે તો આવું કંઇ જ ચાલી નથી રહ્યું, ભૂતકાળમાં ચાલતું હતું તેની પણ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. માટે આવી પોસ્ટથી દૂર રહેવું જોઈએ. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ