બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 11:17 AM, 21 September 2022
ADVERTISEMENT
સોના ચાંદીના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે 21 સપ્ટેમ્બરનાં રોજ સતત બીજા દિવસે સોનાના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે પણ ચાંદીના રેટ આજે વધ્યા છે. મલ્ટી કમોડીટી એક્સચેન્જ પર સોનાના ભાવ શરુઆતના કારોબારમાં ૦.૦૪ ટકા ઘટ્યા છે. ચાંદીનાં ભાવ આજે વધ્યા છે અને આ સાથે જ તેના ભાવમાં ૦.૪૨ ટકાનો ઉછાળો આવ્યો છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે મંગળવારે MCX પર સોનાનાં ભાવ 91 રૂપિયા ઘટીને 49211 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. આ પ્રકારે ચાંદીના ભાવ પણ 319 રૂપિયા ઘટ્યા હતા અને 56,૩65 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયા હતા. બુધવારે MCX પર 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ 9:05 વાગ્યે 22 રૂપિયા ઘટીને 49,15૩ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. સોનામાં બુધવારે કારોબાર 49,189 રૂપિયાના સ્તરથી શરુ થયો હતો. થોડા સમય બાદ ભાવ 49,146 રૂપિયા પર પહોંચી ગયો. પણ, ત્યાર બાદ સોનું 49,15૩ પર ટ્રેડ કરવા લાગ્યું.
ચાંદીનાં ભાવમાં વધારો
વાયદા બજારમાં આજે ચાંદીનાં ભાવમાં ઉછાળ જોવા મળ્યો છે. ચાંદીના રેટ બુધવારે 234 રૂપિયા વધીને પ્રતિ કિલો 56,577 રૂપિયા થઇ ગયો હતો. ચાંદીમાં આજે ટ્રેડીંગ 56,578 રૂપિયાથી શરુ થયું હતું. થોડા સમય બાદ ભાવમાં વધારો થયો અને ચાંદી 56,598 રૂપિયા પર કારોબાર કરવા લાગી. પણ ફરી થોડા સમય બાદ માંગમાં ઘટાડાથી ચાંદીનો ભાવ ઘટીને 56,577 પર આવી ગયો.
આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે ચાંદીના હાજર ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ જ્યાં ૦.71 ટકા ઘટ્યો છે, ત્યારે જ ચાંદીનો ભાવ 1.08 ટકા ઘટયો છે. સોનાનો ભાવ આજે 1,66૩.35 ડોલર પ્રતિ ઓંસ થઇ ગયો છે. આ જ પ્રકારે ચાંદીનો હાજર ભાવ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટીને 19.૦૩ ડોલર પ્રતિ ઓંસ પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.