Coronavirus / મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે પ્રથમ મોત, દિલ્હીમાં મોહલ્લા ક્લિનિકના ડૉક્ટર કોરોના સંક્રમિત

Know The Live Updates About the Coronavirus in India 25032020

કોરોના વાયરસની મહામારીથી નિપટવા માટે કેન્દ્ર સરકાર સતત પગલાં રહી છે. આવામાં આજે કેન્દ્ર કેબિનેટ બેઠક બોલાવાઈ હતી જેમાં મોટાં નિર્ણયો લેવાયાં હતાં. જેમાં મુખ્યત્વે 80 કરોડ લોકોને સસ્તું અનાજ આપવાનો નિર્ણય કરાયો છે. દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના આંકડા વધતા જઇ રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 562 સંક્રમિત કેસ નોંધાયા છે. જેમાંથી 10 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 40 લોકો કોરોના વાયરસના સંક્રમણથી ઠીક થયા છે. કોરોના વાયરસના વધતા કેસના પગલે પીએમ મોદીએ 21 દિવસનું લૉકડાઉનનું એલાન આપ્યું છે. આ લૉકડાઉન આગામી 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ