Coronavirus / કોરોના વાયરસથી દેશમાં 10મું મોત, હિમાચલ પ્રદેશમાં એક વ્યક્તિનું મોત

Know The Live Updates About the Coronavirus in India 23032020

ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે 22 રાજ્યોમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાના કેસની સંખ્યા તમામ જગ્યાઓએ સતત વધી રહી છે ત્યારે પંજાબમમાં અનિશ્ચિત કાળનો કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. અહીં કુલ 22 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. યુપીમાં 28, રાજસ્થાનમાં 28, ગુજરાતમાં 29, કર્ણાટકમાં 26, દિલ્હીમાં 27 અને મહારાષ્ટ્રમાં 90 કેસ જોવા મળી રહ્યા છે. પીએમ મોદી અને ગુજરાતના સીએમ રૂપાણી, મેયર બિજલ પટેલે પણ લોકોને લૉકડાઉનની સ્થિતિને જાળવી રાખવા અપીલ કરી છે અને સાથે જ પોતે પોતાને સાચવવાની અપીલ કરી છે. કોરોનાથી ડરવું એ ઈલાજ નથી પણ સચેત અને સજાગ રહેવું જરૂરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને જણાવ્યું છે કે લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

બ્રેકિંગ ન્યૂઝ