મુંબઈ ઇન્ડિયન્સનાં લેફ્ટ આર્મ સ્પિનર કુમાર કાર્તિકેયે ક્રિકેટર બનવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. જાણો તેમની લાઈફ સ્ટોરી
મુંબઈ ઇન્ડિયન્સનાં સ્પિનર કુમાર કાર્તિકેયે ક્રિકેટર બનવા કર્યો હતો ખૂબ જ સંઘર્ષ
1 વર્ષ બપોરે ભૂખ્યો રહ્યો
લંચ મળતા જ રડી પડ્યો કાર્તિકેય
મુંબઈ ઇન્ડિયન્સનાં સ્પિનર કુમાર કાર્તિકેયે ક્રિકેટર બનવા કર્યો હતો ખૂબ જ સંઘર્ષ
મુંબઈ ઇન્ડિયન્સઅના લેફ્ટ આર્મ સ્પિનર કુમાર કાર્તિકેયની લાઈફ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરી જેવી જ લાગે. ક્રિકેટર બનવા માટે કમરતોડ મહેનત કરનાર આ ખેલાડીએ રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર બોલિંગ કરી પોતાની આગવી ઓળખાણ બનાવી હતી. તેવામાં કાર્તિકેયના કોચે ESPN ક્રિકઈન્ફોને જણાવ્યું હતું કે એક સમયે તેને બપોરે જમવાનું પણ મળતું નહોતું. બીજી બાજુ, કાર્તિકેય આખી રાત ફેક્ટરીમાં નોકરી કરતો અને સવારે ક્રિકેટ કોચિંગમાં જતો હતો. ચલો, આપણે તેની સંઘર્ષભરી સફર પર નજર ફેરવીએ.
કાર્તિકેયને ભારદ્વાજ એકેડમીમાંથી ખાસ તાલિમ મળી છે. આમાંથી ગૌતમ ગંભીર, અમિત મિશ્રા જેવા ખેલાડીને કોચિંગ આપી ચૂકેલા કોચ ભારદ્વાજે કાર્તિકેયને ખાસ તાલિમ આપી હતી. તે અત્યારે રણજી ટ્રોફી અને IPLમાં રમી રહ્યો છે. પરંતુ કાર્તિકેયનું જીવન એટલું સરળ રહ્યું નથી. શરૂઆતના સમયમાં કાર્તિકેય કાનુપરથી દિલ્હી આવી પહોંચ્યો હતો. જ્યાં પોતાના મિત્ર સાથે રહ્યો અને ઘણી એકેડમીમાં તાલિમ લેવા માટે પહોંચ્યો હતો. પરંતુ વધારે ફી હોવાના કારણે તે ત્યાં જોડાઈ શક્યા નહોતા. આમ આર્થિક બાબતે પણ કાર્તિકેયનું જીવન તકલીફો ભર્યું રહ્યું છે. ત્યાર પછી કાર્તિકેય અને તેનો મિત્ર ભારદ્વાજ એકેડમી પહોંચ્યા હતા. ત્યાં કોચે બંને ખેલાડીને તાલીમ આપવાની મંજૂરી આપી દીધી હતી.
જોકે આ દરમિયાન કાર્તિકેય ગાઝિયાબાદ પાસે આવેલી એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. ત્યાં તે આખી રાત કામ કરતો અને ત્યાર પછી સવારે કોચિંગ માટે જતો હતો. કોચિંગ એકેડમીથી તેની ફેક્ટરી 80 કિલોમીટર દૂર હતી ત્યારે કાર્તિકેય દરરોજ 10 રૂપિયા બચાવવા માટે ઘણાબધા કિલોમીટર ચાલતો જતો હતો. આવું કરવાથી એના 10 રૂપિયા બચી જતા અને તેથી કાર્તિકેય એક બિસ્કિટનું પેકેટ ખરીદી ભૂખ સંતોષતો હતો.
જમવાનું મળતા જ ભાવુક થઇ ગયો હતો કાર્તિકેય
કોચે જણાવ્યું કે કાર્તિકેયને જ્યારે તેમણે એકેડમીમાં પસંદ કર્યા, ત્યારે તે ઘણો ભાવુક થઇ ગયો હતો. તેવામાં પહેલી વાર જ્યારે તેને લંચ આપવામાં આવ્યું ત્યારે તેની આંખમાં પાણી આવી ગયા અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આ પાછળનું કારણ પૂછવા પર તેણે જવાબ આપ્યો કે તે એક વર્ષથી બપોરે જમ્યો નથી.
રહેવા માટે કોચે કરી હતી ખાસ વ્યવસ્થા
કોચ ભારદ્વાજે કહ્યું કે કાર્તિકેયની બોલિંગ એક્શન સ્મૂધ હતી અને તેની ફિંગર ટિપ્સથી બોલ પર પકડ પણ પ્રશંસનીય હતી. આનું ટેલેન્ટ જોઈને તથા આટલી દૂરથી દરરોજ કાર્તિકેયને આવતો જોઈને મેં અહીં એકેડમીના કૂક સાથે રહેવાની વ્યવસ્થા કરવાનું મન બનાવી લીધું હતું.
સ્પિન બોલિંગ સુધારી
કાર્તિકેયે 2018માં મધ્યપ્રદેશની રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. તે હવે ભોપાલમાં હોસ્ટેલમાં રહે છે. અહી તેણે રિસ્ટ સ્પીન પર કામ કરવાનું શરુ કર્યું હતું. કોઈ ઉપરથી જણાવ્યું હતું કે કાર્તિકેય ઘણીવાર રાત્રે ગ્રાઉન્ડમાં લાઈટ્સ ઓન કરીને પ્રેક્ટીસ કરતો જોવા મળે છે.
મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યો હતો
કાર્તિકેયની સફર શરૂ થઈ અને દિલ્હીની ઘણી સ્થાનિક ટૂર્નામેન્ટ રમ્યા પછી કોચ ભારદ્વાજે તેને મધ્યપ્રદેશ મોકલ્યો હતો. અગાઉ ભારદ્વાજે જેવી રીતે અમિત મિશ્રાને હરિયાણા મોકલ્યો હતો તેમ કાર્તિકેયને પણ મધ્યપ્રદેશ જવા સહાય કરી હતી. આની પાછળનું કારણ એ હતું કે તેમને જાણ હતી કે અહીં તેને વધુ તક મળી શકે એમ નથી. ત્યાર પછી કાર્તિકેય ત્યાં 2 વર્ષ સુધી ડિવિઝન ક્રિકેટ રમ્યો હતો.