સોમવારે એટલે કે અઠવાડિયાનાં પહેલા દિવસે સોના ચાંદીનાં ભાવ ઘટ્યા છે. બધી પ્યોરીટીવાળા સોના અને ચાંદીનાં ભાવમાં આજે ઘટાડો આવ્યો છે. 999 પ્યોરીટીનું 10 ગ્રામ સોનું 52219 રૂપિયામાં વહેંચાઇ રહ્યું છે, જ્યારે એક કિલો ચાંદી 65492 રૂપિયામાં વહેંચાઇ રહી છે.
સોના ચાંદીનાં ભાવ દિવસમાં બે વાર જાહેર કરવામાં આવે છે. એક વાર સવારે અને બીજી વાર સાંજે. 995 પ્યોરીટીવાળા સોનાનો ભાવ 52010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 916 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 47833 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 999 પ્યોરીટીવાળી ચાંદીની વાત કરીએ તો આજે તેની કિંમત 65492 છે.
મિસ્ડ કોલ દઈને જાણો આજનો ભાવ
તમે સોના ચાંદીનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. આ માટે તમારે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર મેસેજ આવી જશે. આમાં તમે બંને સોના અને ચાંદીનાં લેટેસ્ટ રેટ ચેક કરી શકશો. આ પ્રકારે થઇ શકશે શુદ્ધતાની જાણ
જ્વેલરીની શુદ્ધતા માપવાના પ્રકારો એક જ હોય છે. આમાં હોલમાર્ક સતાહે જોડાયેલ ઘણા પ્રકારના નિશાન જોઈ શકાય છે, આ નિશાનોનાં માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા માપી શકાય છે. આમા એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીની શુદ્ધતાની તપાસ કરી શકાય છે.