બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / know the latest rates of gold and silver

તમારા કામનું / સોનુ ખરીદવાનું વિચારતા લોકો માટે માઠા સમાચાર, લગ્નની સીઝનમાં ફરી વધ્યો ભાવ, જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 01:16 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો જ્યારે ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. જાણો લેટેસ્ટ રેટ

  • સોનાનાં ભાવમાં આજે વધારો
  • ચાંદીની કિંમત ઘટી 
  • ગ્લોબલ માર્કેટમાં ઉછાળ 

સોનાનાં ભાવમાં આજે વધારો

ગ્લોબલ માર્કેટમાં ઉતાર ચઢાવની અસર ભારતીય બજાર પર પણ જોવા મળે છે. ગુરુવારે સવારે સોના ચાંદીની કિંમતોમાં બદલાવ જોવા મળ્યા. સોનું જ્યાં ડિમાન્ડ વધવાથી મોંઘુ થઇ ગયું છે, ત્યાં ચાંદીનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 

MCX પર આજે સવારે 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો વાયદા ભાવ 25 રૂપિયા વધીને 50,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. આ પહેલા ગોલ્ડમાં કારોબારની શરૂઆત 50,939 રૂપિયાનાં લેવલ પર થઇ, પરંતુ ડિમાન્ડ અને ખરીદી ઘટવાથી સવારે તેની કિંમત 50,848 પર પહોંચી ગઈ. 

ચાંદીની કિંમતોમાં ઘટાડો 
MCX પર આજે સવારે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. સવારનાં કારોબારમાં ચાંદી 351 રૂપિયા ઘટીને 60,401 રૂપિયા પ્રતિ કિલોગ્રામનાં સ્તર પર પહોંચી ગઈ. આ પહેલા ચાંદીમાં ટ્રેડીંગની શરૂઆત 60,550 રૂપિયા પ્રતિ કિલોગ્રામનાં લેવલ પર થઇ હતી, પરંતુ જલ્દી જ આ ઘટીને 60,401નાં સ્તર પર આવી ગઈ. 

ગ્લોબલ માર્કેટમાં પણ ઉછાળ 
સોના અને ચાંદીની કિંમતોમાં આજે ગ્લોબલ માર્કેટમાં ઉછાળ જોવા મળે છે. અમેરિકી બજારમાં આજે સવારે સોનાનો હાજર ભાવ 0.2 ટકાનાં વધારા સાથે 1,855.11 ડોલર પ્રતિ ઓંસ પહોંચી ગયો હતો, જ્યારે ચાંદીનો ભાવ 0.1 ટકા વધારા સાથે 21.57 ડોલર પ્રતિ ઓંસ રહ્યો. ગયા કારોબારી સત્રમાં સોનાની કિંમત લગભગ 1 ટકા વધી હતી. ગ્લોબલ માર્કેટમાં પ્લેટિનમની કિંમત 0.2 ટકા ઘટીને 990.64 ડોલર પર આવી ગઈ છે. 

આ પ્રકારે થઇ શકશે શુદ્ધતાની જાણ 
જ્વેલરીની શુદ્ધતા માપવાના પ્રકારો એક જ હોય છે. આમાં હોલમાર્ક સાથે જોડાયેલ ઘણા પ્રકારના નિશાન જોઈ શકાય છે, આ નિશાનોનાં માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા માપી શકાય છે. આમા એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીની શુદ્ધતાની તપાસ કરી શકાય છે. 

  • 22 કેરેટની જ્વેલરી પર 916 લખેલ હશે. 
  • 21 કેરેટની જ્વેલરી પર 875 લખેલ હશે.
  • 18 કેરેટની જ્વેલરી પર 750 લખેલ હશે.
  • 14 કેરેટની જ્વેલરી પર 585 લખેલ હશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News business gold silver rate સોના ચાંદીના ભાવ સોનાનો ભાવ gold silver rate
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ