બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / અન્ય જિલ્લા / સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Last Updated: 07:00 AM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જેમાં ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે.. તો આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

1/5

photoStories-logo

1. છેલ્લા 4 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

આવી વરસાદી મહેર.. લાવી ખુશીઓની લહેર.. રીમઝીમ...રીમઝીમ મેહુલીઓ વરસે.. આજે આકાશમાંથી કાચું સોનું વરસે.. આવો જ આભાસ રાજ્યના ખેડૂતોને થઈ રહ્યો છે. વાત અમરેલી જિલ્લાની કરીએ તો.. છેલ્લા 4 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.. જેમાં આજે ધારીના ગીરપંથકમાં તેમજ જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે..જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.. જાફરાબાદના લોર,ફાયરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા.. ભારે વરસાદના પગલે લોર ગામની ધાતલ નદીમાં અને દલી નદીમાં પૂર આવતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી.. બીજી તરફ રાજુલા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી મહેર જોવા મળી..

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વિસાવદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

જૂનાગઢ જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને વિસાવદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા રસ્તા પરથી પાણી વહેલા લાગ્યા હતા.. તો સિઝનનો પહેલો વરસાદ હોવાથી લોકોમાં પણ હરખ જોવા મળ્યો.. કારણ કે, અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો

દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદી મહેર યથાવત જોવા મળી.. જેમાં સુરતના પાલ,ઉમરા,અઠવા અને કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગરમી વચ્ચે વરસાદના આગમથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને શહેરીજનોમાં પણ ખુશી જોવા મળી.. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ખાસ કરીને માંગરોળ અને ઉમરપાડાના અનેક ગામડામાં વાવણી લાયક વરસાદ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સારા વરસાદ માટે હજૂ થોડી રાહ જોવી પડશે

આ તરફ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. ભારે બફારા પછી જિલ્લાના ઝઘડિયા, વાલિયા, વાગરા, નેત્રંગ, જંબુસર સહિતના વિસ્તારોમાં વરસાદી મહેર વરસી.. વરસાદના આગમનથી અહીં પણ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી. જોકે આ વરસાદ હજૂ જોઈએ તેવો નથી.. તેવામાં સારા વરસાદ માટે હજૂ થોડી રાહ જોવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. જૂલાઈ પહેલા સારો વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાતોનું માનવું

એટલે કે, હજૂ ગુજરાતની જનતાને સારા વરસાદ માટે થોડા દિવસોની રાહ જોવી પડશે.. પરંતુ જૂલાઈ પહેલા સારો વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે..

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain in Saurashtra Rainy weather

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ