સફળતા / આ ખાસ જગ્યાએથી આવે છે લિજ્જત પાપડની હિંગ, 7 ગુજરાતી મહિલાઓએ શરૂ કરી હતી કંપની

Know the Journey Of Famous Lijjat Papad Company Runs By Women

'હાર માનો નહીં, તો કોશિશ બેકાર નથી થતી, કોશિશ કરનારાની ક્યારેય હાર નથી થતી' આ વાત લિજ્જત પાપડને શરૂ કરનારી 7 મહિલાઓએ સાબિત કરી છે. ઈ.સ. 15 ઓગસ્ટ 1959થી આ વાતની શરૂઆત થઈ. એ વખતે દક્ષિણ મુંબઇના ગિરગામ વિસ્તારમાં રહેતી સાત મહિલાઓ એક બિલ્ડિંગની છત પર ભેગી થઈ. મહિલાઓ ગુજરાતી હતી. મુંબઈમાં પતિ નોકરી-ધંધાર્થે અને બાળકો નિશાળે ચાલ્યાં જાય એ પછી સવારથી લઈને ઠેઠ સાંજ સુધી ગુજરાતણોને નવરું બેસવું પોસાયું નહી. આ સમયે તેઓએ પાપડ બનાવવાનું વિચાર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ