બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 08:49 AM, 1 July 2019
દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ઘાળુ કુદરતી રીતે આકાર લેતા બરફના શિવલિંગના દર્શન કરવા માટે આવતા હોય છે. પ્રાકૃતિક હિમથી બનેલા સ્વંયભૂ શિવલિંગને બાબા બર્ફાનીથી પણ લોકો જાણે છે. માન્યતા અનુસાર, જો સાચા દિલથી જે ભક્ત શિવલિંગના દર્શન કરે તેણે જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.
ADVERTISEMENT
પૌરાણિક કથાઓમાં ભગવાન શંકરે અમરનાથ ગુફામાં પાર્વતી માતાને અમર કથા સંભાવવવી હતી. આ ગુફાની ચોંકાવનારી વાત છે કે, શિવલિંગ પાકા બરફથી બનેલુ હોય છે, જ્યારે નીચે ફેલાયેલો બરફ પ્રમાણાં કાચો હોય છે. માન્યતા છે કે, અહીંયા ભગવાન શંકર પોતે બિરાજે છે અને સાથે જ અહીં દેવીનું એક શક્તિપીઠ પણ છે. 51 શક્તિપીઠમાંથી એ શક્તિપીઠ અમરનાથની ગુફામાં આવેલુ છે, કારણ કે અહી દેવી સતીનો કંઠ પડ્યો હતો.
ADVERTISEMENT
અમરનાથમાં ભગવાન શિવના અદ્ભુત શિવલિંગની સાથે માતા સતીનું શક્તિપીઠ હોવાનો એક દુર્લભ સંયોગ છે. આવો સંયોગ દુનિયામાં ક્યાં પણ જોવા નહી મળે. આ ગુફામાં માત્ર શિવલિંગ માતા પાર્વતી અને ગણેશના રૂપે 2 અન્ય હિમલિંગ પણ બનેલા હોય છે. માનવામાં આવે છે, કે શિવલિંગના દર્શન માત્રની મનુષ્યને મુક્તિ મળી જાય છે.
સામાન્ય રીતે અમરનાથ યાત્રા 46 દિવસ સુધી ચાલતી હોય છે. આજ વર્ષની અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ 15 ઓગ્સ્ટ એટલે કે રક્ષાબંધન દિવસ થશે. ઉલ્લેખનીય છે કે, જે પ્રકારે ચંદ્રનો આકાર વધે-ધટે છે તે જ પ્રકારે શિવલિંગની આકારમાં ઘટાડો-વધારો થાય છે. અમરનાથની પવિત્ર ગુફાની શોધ એક મુસ્લિમ ગોવાળે કરી હતી જેનું નામ બૂટા મલિક હતુ. આજે પણ તેના વંસજોને અહીં દાનમાં ચઢાવવામાં આવેલી રકમનો અમુક ભાગ આપવામાં આવે છે.
જ્યારે ભગવાન શંકર માતા પાર્વતીને અમરત્વની કથા સંભાળવવા લઇ જતા ત્યારે રસ્તામાં નાના-નાના નાગને અનંતનાગમાં મૂકી દીધા હતા. પહેલગામમાં નંદી મૂક્યો. મસ્તિષ્ક પરના ચંદન અને ચંદ્રને ચંદનવાડીમાં મૂક્યા. શેષનાગને શેષનાગના સ્થળે મુક્ત કર્યો હતો. કથા અનુસાર, જ્યારે ભગવાન શિવ મા પાર્વતીને અમરત્વની કથા સાંભળાવતા હતા ત્યારે ત્યાં એક પોપટ અને કબૂતરની જોડી પણ હતી. જોકે તે પછી પોપટ શુકદેવના નામે પ્રસિદ્ઘ થયા. જ્યારે કબૂતરની જોડી આજે પણ ત્યાં જોવા મળે છે.
આ રીતે પહોંચી શકો છો અમરનાથ:
કાશ્મીર ખીણમાં 3888 મીટરની ઉંચાઈ પર સ્થિત અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે માર્ગ છે. પહેલો માર્ગ પહેલગામથી ગુફા સુધી 46 કિલોમીટર લાંબો છે. આ યાત્રાધામનો ઐતિહાસિક માર્ગ છે.
આ રસ્તો પસાર કરવામાં લગભગ 3 થી 4 દિવસ લાગે છે. નવો રસ્તો બાલતાલથી અમરનાથ ગુફા સુધી જાય છે. આ 14 કિમી લાંબો છે. તેનાથી ગુફા સુધી પહોંચવામાં ફક્ત એક દિવસ લાગે છે. આજકાલ મોટાભાગના મુસાફરો આ રસ્તાનો ઉપયોગ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.