બ્રેકિંગ ન્યુઝ
VTV / Know the harmful effect of eating jaggery
Noor
Last Updated: 11:18 AM, 22 July 2021
ADVERTISEMENT
આજકાલ મોટાભાગના લોકો એવું માને છે કે,
ખાંડની તુલનામાં ગોળ વધુ સારું હોય છે. પણ જો તે શુદ્ધ, ઓર્ગેનિક હોય તો જ ફાયદો કરે છે. ગોળ એનર્જીનો બેસ્ટ સોર્સ છે. સાથે જ તેનાથી મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે. જમ્યા પછી એક નાનો ટુકડો ગોળ ખાવાથી એસિડિટીની સમસ્યામાં પણ આરામ મળે છે. જોકે ઘણાં લોકોને અથવા ઘણી સમસ્યાઓમાં ગોળ ખાવાથી ફાયદા નહીં પણ નુકસાન થઈ શકે છે.
બ્લડ શુગરના દર્દીઓ માટે
ADVERTISEMENT
ગોળને હેલ્થ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. પણ ગોળ હોય તો ગળ્યો જ છે. જેથી વધુ પ્રમાણમાં ગોળનો ઉપયોગ કરવાથી અથવા તેની વાનગીઓ ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. 10 ગ્રામ ગોળમાં 9.7 ગ્રામ શુગર હોય છે.
સોજાની તકલીફમાં
ગોળ ખાંડની જેમ રિફાઈન્ડ નથી હોતું અને તેમાં સુક્રોઝની માત્રા પણ વધારે હોય છે. જેથી જો તમને સોજા કે બળતરા જેવી સમસ્યા હોય, જેમ કે રિયુમેટોઈડ આર્થ્રાઈટિસ ત ગોળ ખાવાનું અવોઈડ કરવું. એક સ્ટડી મુજબ સુક્રોઝ, ઓમેગા-3 ફેટી એસિડને કારણે સોજા અને બળતરાની સમસ્યા વધી શકે છે.
વેટ લોસ કરતાં લોકો માટે
જે લોકો ડાયટિંગ કરતાં હોય તેમણે ખાંડની સાથે ગોળથી પણ દૂર રહેવું જોઈએ. ઓછી માત્રામાં ગોળ ખાવાથી આમ તો કોઈ નુકસાન થતું નથી પણ વધુ ગોળ ખાવાથી વજન વધી જવાનો ખતરો રહે છે. ગોળમાં શુગર અને કાર્બોહાઈડ્રેટ્સની માત્રા વધુ હોય છે. જેના કારણે વેટ લોસ પ્લાન ફોલો કરતાં લોકો માટે ગોળ યોગ્ય નહીં. ગોળમાં રહેલાં પોષક તત્વોને અન્ય એવી વસ્તુઓમાંથી પણ મેળવી શકાય છે જેમાં કેલરી ઓછી માત્રામાં હોય છે.
ઉનાળામાં નસકોરીની સમસ્યા
જો ગરમીની સિઝનમાં ગોળ ખાવામાં આવે તો તેનાથી નસકોરીનો પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી ગરમીની સિઝનમાં ગોળ ખાવાનો અવોઈડ કરવો જોઈએ અથવા તો બહુ જ ઓછી માત્રામાં અને શુદ્ધ ગોળ ખાવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.