પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો 70મો જન્મ દિવસ મનાવવા માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ આજે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે આવી પહોંચશે. 17 સપ્ટેમ્બરે માતા હીરાબાના આર્શિવાદ લઈને નર્મદાના વિવિધ કાર્યક્રમોમાં પણ આપશે હાજરી.
જન્મદિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં
16 સપ્ટેમ્બરે રાત્રે આવશે અમદાવાદ એરપોર્ટ
17 સપ્ટેમ્બરે માતાના આર્શિવાદથી કરશે દિવસની શરૂઆત
નર્મદાના નવા નીરના કરશે વધામણાં
આવતીકાલે આવો રહેશે પીએમ મોદીનો કાર્યક્રમ
સવારે 6 વાગે લેશે માતા હીરાબાના આર્શિવાદ.
6.35ના સમયે હેલિપેડથી હેલકોપ્ટરમાં કેવડિયા કોલોની જવા રવાના થશે.
7.45ના સમયે કેવડિયા કોલોની પહોંચશે.
8-9.30ના સમયે વિવિધ પ્રોજેક્ટનું નિરિક્ષણ કરશે.
9.30થી 10ના સમયે નર્મદાનું પૂજન કરશે
10થી 11માં દત્ત મંદિર, ચિલ્ડ્રન અને ન્યુટ્રિશન પાર્કની લેશે મુલાકાત
11થી 12 જાહેરસભા સંબોધશે.
1.15ના સમયે ગાંધીનગર પહોંચશે.
2.30 રાજભવનમાં રોકાણ કરશે.
2.30 દિલ્હી જવા રવાના થશે.
પીએમ મોદીની ફાઈલ તસવીર
પીએમ મોદી પોતાના જન્મ દિવસે ગુજરાતની કેવડિયા કોલોનીમાં જનસભાને સંબોધશે. સાથે જ મા નર્મદાનું પૂજન કરીને જન્મદિવસે ધન્યતા અનુભવશે. પીએમ મોદી સાથે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે. જ્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નમામિ દેવી નર્મદે મહોત્સવમાં મંત્રીઓ હાજરી આપશે.
પીએમ મોદી જન્મદિવસે કરશે આ ખાસ કામ
નોંધનીય છે કે, જન્મદિવસના એક દિવસ પહેલા 16 સપ્ટેમ્બરેની રાતે ગુજરાત આવી પહોંચશે. ત્યારબાદ તેઓ અમદાવાદથી પાટનગર ખાતે આવેલ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ હોવાથી તેઓ સવારે માતા હીરાબાના આશીર્વાદ લઈને સીધા સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચશે. ત્યાં નર્મદાના નવા નીરના વધામણાં કરવાના છે તથા મા રેવાની આરતી પણ ઉતારશે.
પીએમ મોદીની ફાઈલ તસવીર
રાજ્ય સરકાર આપશે ઐતિહાસિક ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાત લેવાના છે. જેને લઈને 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ તેની ઐતિહાસિક 138.68 મીટરની સપાટીએ ભરવામાં આવશે. ડેમ સંપૂર્ણ ભરી PM મોદીને જન્મદિવસની ભેટ ગુજરાત દ્વારા આપવામાં આવશે. આ દિવસ ગુજરાત માટે ઈતિહાસ બની જશે.