બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Know the difference between TTE and TC, who checks train ticket

તમારા કામનું / શું તમને ખબર છે TTE અને TC વચ્ચેનો તફાવત? જાણો કોણ કરે છે ટ્રેનની ટિકિટ ચેક

Megha

Last Updated: 05:02 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો ઘણીવાર TTE અને TC વચ્ચે મૂંઝવણમાં મુકાઇ જાય છે. જો તમે પણ TTE અને TC વચ્ચેનો તફાવત નથી જાણતા તો આ સમાચાર તમારા કામના છે.

  • લોકો TTE અને TC વચ્ચે મૂંઝવણમાં મુકાઇ જાય છે
  • TTE અને TC વચ્ચેનો તફાવત નથી જાણતા?
  • ટ્રેનની અંદર ટિકિટ ચેક કરવાનું કામ TTનું છે 

રેલ્વે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે અને આ કારણોસર રેલ્વે સમયાંતરે કે કોઈ તહેવાર પર સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાથી લઈને બીજી ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. ભારતીય રેલ્વે નેટવર્કની ગણતરી વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં થાય છે અને ભારતના દરેક નાના વિસ્તારોને મોટા મહાનગરો સાથે જોડવાનું કામ કરે છે. આ કારણથી ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. 

TTE અને TC વચ્ચે મૂંઝવણમાં છો? 
આ સાથે જ સમયાંતરે રેલ્વે તેના નિયમોમાં પણ ઘણા ફેરફાર કરતી રહે છે.  ભારતીય રેલ્વેના કેટલાક નિયમો પહેલાથી જ અસ્તિત્વમાં છે પણ પૂરતી માહિતી હોતી નથી. જો કે ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા ટિકિટ લેવી જરૂરી છે અને જો ભારતીય રેલ્વેમાં ટ્રેનની ટિકિટ વિના મુસાફરી કરો છો તો આ સ્થિતિમાં તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. આપણે બધા જાણીએ છીએ કે ટ્રેન ટિકિટ TTE ચેક કરે છે પણ લોકો વારંવાર TTE અને TC વચ્ચે મૂંઝવણમાં મુકાઇ જાય છે. જો તમે પણ TTE અને TC વચ્ચેનો તફાવત નથી જાણતા તો આ સમાચાર તમારા કામના છે. 

TTE એટલે શું?
TTE એટલે ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર. જણાવી દઈએ કે TTEનું કામ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની ટિકિટ ચેક કરવાનું છે અને દેશમાં ચાલતી પ્રીમિયમ ટ્રેનોથી લઈને મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં ટિકિટ ચેક કરવા માટે TTEની નિમણૂક કરવામાં આવે છે.

જો કોઈ મુસાફર ટિકિટ વગર મુસાફરી કરી રહ્યો છે તો ટ્રેનની ટિકિટ ચેક કરવાનું કામ અને તેમની પાસેથી દંડ વસૂલવાનું કામ TTEનું છે. આ સાથે જ  TTE પાસે એ પણ અધિકાર છે કે જો કોઈ મુસાફર કન્ફર્મ રિઝર્વેશન હોવા છતાં મુસાફરી ન કરી રહ્યો હોય તો એમની સીટોને આરએસી કે વેઇટિંગ લિસ્ટવાળા યાત્રીઓને આપી શકે છે

TC એટલે શું?
જ્યાં TTE ટ્રેનની અંદર ટિકિટ ચેક કરે છે ત્યાં TC એટલે ટિકિટ કલેક્ટર ટીસી પ્લેટફોર્મ પર ફરતા મુસાફરોની ટિકિટ ચેક કરે છે. જણાવી દઈએ કે એમની ડ્યુટી પ્લેટફોર્મ ઉપરાંત એક્ઝિટ અને એન્ટ્રી ગેટ પર હોય છે. TC પાસે એ અધિકાર છે કે જો તમારી પાસે પ્લેટફોર્મ કે ટ્રેનની ટિકિટ નથી તો એ સ્થિતિમાં તે તમારી પાસેથી દંડ વસૂલી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway Indian Railways Indian railway news TC TTE Indian Railway
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ